GSTV
Cricket Sports Trending

IPLના સૌથી મોંઘા પાંચ ખેલાડી, જાણો કોને મળી કેટલી રકમ…

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. 19મી સપ્ટેમ્બરથી યુનાઇટેડ આરબ અમિરાતમાં તેનો પ્રારંભ થઈ જશે. ફ્રેન્ચાઈઝીઓ તેના ખેલાડીઓ અંગેની તૈયારીમાં લાગી ગઈ છે. IPL માં ગયા વર્ષે થયેલી હરાજીમાં ખેલાડીઓને ભરપુર નાણા આપ્યા હતા. કોલકાતામાં થયેલી હરાજીમાં 12 દેશના 338 ખેલાડીની હરાજી થઈ અને તેમાંથી 73 ખેલાડીઓ પર બોલી લગાવાઈ હતી. સૌથી મોંઘો ખેલાડી ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ રહ્યો. આવો જાણીએ IPL 2020ના પાંચ મોંઘા ખેલાડીઓ વિશે.

પેટ કમિન્સ

કોલકાતા નાઇટ રાઇડર્સે મોટો દાવ લગાવીને પેટ કમિન્સને ખરીદી લીધો હતો. આમ આ વખત આ કાંગારું બોલર કોલકાતા માટે રમશે. તેને 15.5 કરોડની કિંમતે ખરીદાયો હતો. કમિન્સ ત્રણ વર્ષ બાદ આ લીગમાં પરત ફરી રહ્યો છે. આઇપીએલમાં તે 16 મેચમાં 17 વિકેટ લઈ ચૂક્યો છે. લીગમાં સૌથી મોંઘો ખેલાડી યુવરાજસિંઘ છે જેને દિલ્હી ડેરડેવિલ્સે 16 કરોડમાં ખરીદ્યો હતો. આમ કમિન્સ બીજો મોંઘો ખેલાડી છે.

ગ્લેન મેક્સવેલ

કિંગ્સ ઇલેવન પંજાબે તેને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હરાજી અગાઉ પંજાબે તેને રિલીઝ કર્યો હતો પરંતુ હરાજીના સમયે ફરીથી તેને ખરીદી લેવામાં આવ્યો હતો. મેક્સવેલ આઇપીએલમાં 69 મેચ રમ્યો છે જેમાં તેણે 161ના સ્ટ્રાઇક રેટથી 1397 રન બનાવ્યા છે. તેણે દસ અડધી સદી ફટકાવા ઉપરાંત બોલિંગમાં પણ કમાલ કરીને 16 વિકેટ ખેરવી છે તો બેટિંગમાં 91 સિક્સર ફટકારેલી છે.

ક્રિસ મોરીસ

સાઉથ આફ્રિકન ઓલરાઉન્ડર ક્રિસ મોરીસને આ વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ખરીદી લીધો હતો. તેમણે આ માટે દસ કરોડની બોલી લગાવી હતી. ગયા વર્ષે મોરીસ દિલ્હી કેપિટલ્સ માટે રમ્યો હતો. અગાઉ તે ચેન્નાઈ સુપરકિંગ્સ અને દિલ્હી માટે રમી ચૂક્યો હતો.

શેલ્ડન કોટ્રેલ

વિકેટ ખેરવ્યા બાદ સેલ્યુટ કરનારો આ કેરબિયન બોલર આ વખતે કિંગ્સ ઇલેવન પંજાબને પસંદ પડી ગયો હતો જેના માટે પંજાબે 8.50 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. પહેલી વાર આઇપીએલમાં રમનારા કોટ્રેલ માટે પંજાબ અને દિલ્હી વચ્ચે સ્પર્ધા જામી હતી અંતે પંજાબને તેને ખરીદી લીધો હતો.

નાથન કોલ્ટર નાઇલ

ઓસ્ટ્રેલિયાના આ ઝડપી બોલરને મુંબઈ ઇન્ડિયન્સે આઠ કરોડમાં ખરીદ્યો છે. તે એક કરોડની બેઝ પ્રાઇસ સાથે મેદાનમાં ઉતર્યો હતો પરંતુ તેને ખરીદવા માટે ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે હોડ જામી તો ખુદ કોલ્ટર-નાઇલને આશ્ચર્ય થયું હશે. તે 26 મેચમાં 36 વિકેટ લઈ ચૂક્યો છે. તે ગઈ સિઝનમાં રમ્યો ન હતો.

READ ALSO

Related posts

ગુજરાત / ‘આપ’એ બોગસ ડિગ્રીનું કૌભાંડ પાડ્યું બહાર, 300 કરતાં વધુ વિદ્યાર્થીઓને ‘બોગસ’ ડિગ્રી અપાઈ

Rajat Sultan

સેન્ટ્રલ બેંકોએ ઓક્ટોબરમાં 41 ટકા ઓછું સોનું ખરીદ્યું, જાણો RBIએ કેટલા ટન ખરીદ્યું ગોલ્ડ

Hardik Hingu

લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર 

Rajat Sultan
GSTV