Last Updated on September 16, 2020 by pratik shah
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટને આડે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ તેના ટાઇટલને ડિફેન્ડ કરવા માટે સજ્જ થઈ રહી છે. આ ટીમ પાસે ઘણા મોટા ખેલાડીઓ છે. બેટિંગમાં ખુદ કેપ્ટન રોહિત શર્મા વર્લ્ડ ક્લાસ છે તો તેની સાથે ક્વિન્ટન ડી કોક, ક્રિસ લિન, સૂર્યકુમાર યાદવ, કેઇરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા જેવા ધરખમ બેટ્સમેન છે. જે ટીમનો સ્કોર આસાનીથી 200 ઉપર પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે.
આ કારણે તકલીફમાં મુકાઇ શકે છે મુંબઇ ઇન્ડિયન્સ
બીજી ટીમોની સરખામણીએ મુંબઈનું પલ્લું ભારે છે. કેમ કે તેની પાસે આક્રમક બેટ્સમેનની કમી નથી તો બોલિંગમાં જસપ્રિત બુમરાહ જેવો બોલર છે. જોકે લસિત મલિંગા જેવા ખુંખાર બોલર ઉપરાંત સારા સ્પિનરનો અભાવ ટીમને તકલીફમાં મૂકી શકે તેમ છે. મલિંગા તેના પિતાની તબિયત સારી નહીં હોવાથી પ્રારંભની કેટલીક મેચમાં રમવાનો નથી.

આવામાં ટીમની સમસ્યા બોલિંગમાં યોગ્ય સંયોજનનો અભાવ રહેશે. અબુધાબીની ધીમી પિચો ઉપર મુંબઈએ બોલિંગમાં પ્લાન ઘડવા પડશે. મલિંગાની ગેરહાજરીમાં બુમરાહ પર દબાણ વધી જશે. ગઈ સિઝનમાં 19 વિકેટ સાથે મોખરે રહેલો બુમરાહ ઇજા અને ત્યાર બાદ લોકડાઉનને કારણે લાંબા સમય બાદ ક્રિકેટના મેદાન પર પરત ફરનારો છે. વિદેશી બોલરમાં મિચેલ મેક્લેનેઘન, કોલ્ટરનાઇલ અને ટ્રેન્ટ બોલ્ટ મહત્વના બની રહેશે.આમ છતાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સ્પિનર્સની કમી મુંબઈ ઇન્ડિયન્સને ભારે પડી શકે છે.
Read Also
- કોરોના કાળમાં સતત ફોન કોલ રણકતા અમદાવાદના ફાયરકર્મીઓ માનસિક ટ્રેસમાં, શેર કર્યા વિચિત્ર અનુભવો
- મોટા સમાચાર: ફેસબુક મેસેન્જર પર ટૂંક સમયમાં વોટ્સએપ ચેટ્સ જોવા મળશે, શું તો પણ મેસેજ એન્ક્રિપ્ટ રહેશે?
- નિયમોની ઐસીતેસી કરવી ભારે પડી / AMCની ટીમ એક્શનમાં, 50 ટકાથી વધુ સ્ટાફ સાથે કામ કરતી ઓફિસો સીલ
- યુએએન નંબર નથી, ચિંતા કરશો નહીં, આ રીતે પણ પૈસા પણ ઉપાડી શકો છો તમારા પીએફ એકાઉન્ટમાંથી
- હવે આ રીતે 18 વર્ષથી ઉપરના પણ વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે, બસ ફોલો કરો આ સ્ટેપ્સ
