GSTV

IPL 2020: 13મી સીઝનમાં આ પાંચ ખેલાડી કરશે ટીમના કેપ્ટન કરતાં પણ વધારે કમાણી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નો પ્રારંભ થવાની તૈયારી છે. આ ટી20 લીગ વિશે ઘણી વાતો બહાર આવી રહી છે. હવે એક વાત એવી છે કે તેમાં કેટલીક ટીમના કેપ્ટન કરતાં પણ તેના સ્ટાર ખેલાડી વધારે કમાણી કરતા હોય છે.

દિલ્હી કેપિટલ્સનો સુકાની શ્રેયસ ઐય્યર આ વખતે સાત કરોડ રૂપિયાની કમાણી કરનારો છે. દિલ્હીની જ ટીમનો એક ખેલાડી છે જે ઐય્યર કરતાં પણ વધારે કમાય છે. આ ખેલાડી એટલે રિશભ પંત. વિકેટકીપર અને આક્રમક બેટ્સમેન રિશભ પંતની આવક 15 કરોડની છે. રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોની પણ 15 કરોડની કમાણી કરનારા છે.

કિંગ્સ ઇલેવન પંજાબની ટીમનો ભૂતપૂર્વ સુકાની અને આ વર્ષે દિલ્હી કેપિટલ્સ માટે રમનારો રવિચંદ્રન અશ્વિનને આ વખતે દિલ્હીએ પ્રિ સિઝન વિન્ડોમાં 7.5 કરોડમાં ખરીદી લીધો હતો આમ તે પણ ઐય્યર કરતાં વધારે આવક કરશે. તદ્ઉપરાંત દિલ્હીનો જ શિમરોન હેતમાયર પણ આ વખતે 7.75 કરોડમાં ખરીદાયો હતો એટલે કે શ્રેયસ ઐય્યરના સાત કરોડની સરખામણીએ દિલ્હી પાસે એવા ત્રણ ખેલાડી છે જે વધારે કમાય છે.

કોલકાતા નાઇટ રાઇડર્સે આ સિઝનની હરાજીમાં સૌથી મોંઘા બનેલા પેટ કમિન્સને ખરીદી લીધો હતો. ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર કમિન્સ 15.5 કરોડમાં ખરીદાયો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સનો કેપ્ટન દિનેશ કાર્તિક હાલમાં 7.40 કરોડ રૂપિયાની આવક કરી રહ્યો છે.

કોલકાતા નાઇટ રાઇડર્સનો જ આન્દ્રે રસેલ ગઈ સિઝનનો સૌથી આક્રમક બેટ્સમેન હતો. રસેલ તેની એક ઇનિંગ્સમાં ચાર કે પાંચ સિક્સર ફટકારવા માટે જાણીતો છે. આન્દ્રે રસેલને કોલકાતા નાઇટ રાઇડર્સ તેના કેપ્ટન દિનેશ કાર્તિક કરતાં પણ વધારે રકમ ચૂકવે છે.

રસેલને 8.5 કરોડ રૂપિયા મળનારા છે. આમ તે કાર્તિક કરતાં લગભગ એક કરોડ રૂપિયા વધારે લેશે.
આઇપીએલમાં આ સિવાયની ટીમોમાં કદાચ કોઈ કેપ્ટન તેના ખેલાડી કરતાં ઓછી રકમ મેળવતો નહીં હોય.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!