GSTV

IPL 2020 : સુરેશ રૈનાએ CSKને ટ્વિટર ઉપર કર્યું અનફોલો, સોશિયલ મીડિયામાં મચ્યો હંગામો

ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી સુરેન રૈના આ વખતે IPL 2020માં રમતો જોવા મળી રહ્યો નથી. પરંતુ તે સિવાય સતત સમાચારોમાં છવાતો રહે છે. ક્રિકેટ પ્રેમી ચેન્નાઈ સુપર કિંગ્સની હાર બાદ હંમેશા રૈનાને ટીમમાં પરત લેવાની માંગ કરી રહ્યાં છે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે, સુરેશ રૈના અને ચેન્નાઈ સુપર કિંગ્સના રસ્તા અલગ થઈ ગયા છે. રૈનાએ સીએસએકના માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વિટર ઉપર અનફોલો કરી દીધું છે. સમાચારો પ્રમાણે રૈનાએ શનિવારથી સીએસકેને ફોલો કરવાનું બંધ કરી દીધું છે.

આખરે કેમ કર્યું અનફોલો ?

શુક્રવારે ચેન્નાઈની સતત બીજી હાર બાદ સોશિયલ મીડિયા ઉપર ફૈંસ રૈનાની વાપસીની માગ કરી રહ્યાં છે. ટીમનમા કોચ સ્ટીફન ફ્લેમિંગે પણ રવિવારે દિલ્હી કેપિટલ્સની સામે હાર બાદ કહ્યું હતું કે, રૈના અને રાયડુના ન હોવાથી તેની ટીમ વિખેરાઈ ગઈ છે. બાદમાં રૈનાની વાપસીને લઈને સીએસકેના સીઈઓ કાશી વિશ્વનાથને કહ્યું કે, રૈનાની વાપસી મુશ્કેલ લાગી રહી છે. તેણે કહ્યું કે, આ સમયે અમે રૈનાને પરત લાવવા ઉપર વિચાર નથી કરી શકતા. તે ખુદ ત્યાં ગયાં હતા. અમેલોકો તેના નિર્ણયનું સમ્માન કરીએ છીએ. ક્રિકેટમાં હાર અને જીત ચાલતી રહે છે. આપણે જરૂર પરત ફરીશું.

વૈષ્ણો દેવીમાં છે રૈના

કહેવામાં આવી રહ્યું છે કે ટીમના સીઈઓની વાતોને સાંભળ્યાં બાદ રૈનાએ સીએસકેને ટ્વિટર ઉપર અનફોલો કરવાનો નિર્ણય કર્યો છે. રૈનાએ શનિવારે એક ટ્વિટ કર્યું હતું. જેમાં તે વૈષ્ણો દેવીમાં નજરે આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથઈ રૈના સતત કાશ્મીરમાં ટ્રેનિંગ કરતા નજરે આવી રહ્યો છે.

શ્રીનિવાસન સામે નારાજગી

કહેવામાં આવી રહ્યું છે કે, IPL છોડીને આવવાથી ટીમના માલિક એન શ્રીનિવાસન તેનાથી નારાજ છે. તેણે થોડા દિવસો પહેલા આપેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, રૈના હોટલના રૂમમાંથી નારાજ થઈને ભારત પરત ફર્યો છે. તેની સાથે જ શ્રીનિવાસને પણ કહ્યું હતું કે, સફળતા તેના માથા ઉપર ચડી ગઈ છે. શ્રીનિવાસને કહ્યું કે ક્રિકેટર્સ પોતાને કંઈક બીજું જ સમજવા લાગ્યા છે. જેવી રીતે વિતેલા જમનામાં નખરા કરનારા એક્ટર્સ હતા. સીએસકે હંમેશા એક પરિવારની જેમ રહ્યું છે. અને સીનિયર ક્રિકેટરોએ તેમાં રહેવાનું શીખ્યું છે. મારો વિચાર છે કે, તમે કોઈ વાત ઉપર અડગ હો કે કોઈ વાતથી નાખુશ હોય તો પરત જાઓ. હું કોઈને કશું કરવા માટે દબાણમાં નથી મુકતો. ક્યારેક ક્યારેક સફળતા માથા ઉપર ચડી જાય છે.

Related posts

પેટા ચૂંટણી અને પક્ષપલટો કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની થઈ અરજી

Nilesh Jethva

IPL-2020 : સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 88 રને હરાવ્યું, રાશિદ ખાનની 3 વિકેટ

Nilesh Jethva

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!