GSTV

IPL-2020 : સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 88 રને હરાવ્યું, રાશિદ ખાનની 3 વિકેટ

સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 88 રને હાર આપી છે. 220 રનનો પીછે કરવા ઉતરેવી દિલ્હીની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. શિખર ધવન ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન ભેગો થયો હતો. તો બીજી તરફ અજિંક્ય રહાણે 26, માર્કસ સ્ટોઇનિસ 5, શિમ્રોન હેટમીર 16, શ્રેયસ ઐયર 7, અક્ષર પટેલ 1 અને કગિસો રબાડા 1 રન બનાવી આઉટ થયા હતા. દિલ્હી તરફથી સૌથી વધુ 36 રન ઋષભ પંતે બનાવ્યા હતા. હૈદારાબાદ તરફથી રાશિદ ખાને 3 વિકેટ લીધી હતી.

આ પહેલા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને બોલિંગ લીધી છે. દિલ્હીએ પોતાની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો ન હતો. તો બીજી તરફ હૈદરાબાદે પોતાની ટીમમાં 3 ફેરફાર કર્યા છે. જોની બેરસ્ટો, પ્રિયમ ગર્ગ અને ખલીલ અહેમદની જગ્યાએ કેન વિલિયમ્સન, રિદ્ધિમાન સાહા અને શાહબાઝ નદીમને ટીમમાં સ્થાન મળ્યું હતું. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી હૈદરાબાદની ટીમે દિલ્હી કેપિટલ્સ સામે 20 ઓવરમાં 2 વિકેટે 219 રન કર્યા હતા. હૈદરાબાદ તરફથી માટે વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ 87, ડેવિડ વોર્નરે 66 અને મનીષ પાંડેએ 44 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે દિલ્હી માટે એનરિચ નોર્ટજે અને રવિચંદ્રન અશ્વિને 1-1 વિકેટ લીધી હતી.

દિલ્હીની પ્લેઈંગ-11: શિખર ધવન, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર (કેપ્ટન), ઋષભ પંત(વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કગીસો રબાડા, તુષાર દેશપાંડે અને એનરિચ નોર્ટજે

હૈદરાબાદની પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર (કપ્તાન), કેન વિલિયમ્સન, મનીષ પાંડે, વિજય શંકર, રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, શાહબાઝ નદીમ, રાશિદ ખાન, સંદીપ શર્મા અને ટી. નટરાજન

READ ALSO

Related posts

Breaking: કાનપુરના કુલી બજારમાં મોટી દુર્ઘટના, ત્રણ માળની ઈમારત થઈ ધરાશાયી, કેટલાય લોકો દટાયા હોવાની શક્યતા

Pravin Makwana

BIG NEWS: ગુજરાત સરકારે લગ્ન સમારોહ અને અંતિમ વિધિ માટે આટલા લોકોને જ ભેગા થવાની આપી મંજૂરી

Nilesh Jethva

કોરોનાકાળમાં IPL-2020નું આયોજન BCCIને ફળ્યું, આટલા કરોડ રૂપિયાનો થયો જબરજસ્ત ફાયદો

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!