GSTV
Gujarat Government Advertisement

IPL 2020: મેચ હાર્યા બાદ શ્રેયસ ઐય્યરને બીજો મોટો ઝટકો, જાણો એવું તો શું કર્યુ કે ભરવો પડશે 12 લાખનો દંડ

IPL 2020

Last Updated on September 30, 2020 by Arohi

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આ વખતે યુનાઇટેડ આરબ અમિરાતમાં થઈ રહ્યું છે. કોરોના વાયરસની બીમારીને કારણે ભારતમાં આ લીગ શક્ય બની ન હતી તેથી તેને વિદેશમાં યોજવી પડી છે. દરેક ટીમ ધીમે ધીમે દુબઈ, અબુધાબી અને શારજાહના મેદાન પર રમતા ટેવાઈ ગઈ છે પરંતુ તેમ છતાં આ વખતે એક બાબત ધ્યાન પર આવી છે કે દરેક ટીમ તેની 20 ઓવર પૂરી કરવામાં ઘણો સમય લઈ રહી છે.

દરેક ટીમે નિર્ધારિત સમય મુજબ જ ચાલવાનું હોય છે

આઇપીએલ અને આઇસીસીના નિયમ મુજબ દરેક ટીમ નિર્ધારિત સમય મુજબ જ ચાલવાનું હોય છે. તેમણે વન-ડે હોય, ટેસ્ટ મેચ હોય કે ટી20 મેચ હોય દરેક માટે નક્કી કરેલા સમય મુજબ જ ઓવર પૂરી કરવાની હોય છે. આમ છતાં ઘણી ટીમો આમ કરવામાં વિલંબ કરી બેસે છે.

 IPL 2020

મંગળવારે રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં પણ આમ જ બન્યું હતું. દિલ્હીની ટીમને બેવડો માર પડ્યો હતો. એક તરફ મેચમાં તેનો 15 રનથી પરાજય થયો હતો કેમ કે તેઓ હૈદરાબાદના 162 રનનો સ્કોર વટાવી શક્યા ન હતા અને બીજી તરફ તે સમયસર 20 ઓવર પૂરી કરી શક્યા નહીં હોવાને કારણે દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐય્યરને 12 લાખ રૂપિયાનો દંડ થયો હતો.

મેચમાં બે કલાક લીધા

હકીકતમાં ભારતીય સમય મુજબ જોવા જઇએ તો દિલ્હીની ટીમે 7.30 કલાકે મેચ શરૂ થયા બાદ છેક 9.30 કલાકે 20 ઓવર પૂરી કરી હતી. આમ તેણેએ બે કલાક લીધા હતા. સામાન્ય રીતે તેમણે 20 ઓવર એક કલાક અન 20 મિનિટમાં પૂરી કરી દેવાની હોય છે.

નવા નિયમ મુજબ કોઈ ટીમ તેની ઓવર નિયત સમયમાં પૂરી કરે નહીં તો તેના કેપ્ટનને દંડ થતો હોય છે. મંગળવારની મેચના રેફરી મનુ નૈય્યરે એ બાબત ધ્યાનમાં રાખી હતી કે શ્રેયસ ઐય્યરનો આ પ્રથમ ગુનો હતો તેથી તેને મિનિમમ સજા કરી હતી. આમ આ મેચ શ્રેયસ ઐય્યરને 12 લાખ રૂપિયામાં પડી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ચાણક્ય નીતિ/ આ 4 બાબતોમાં પુરુષો કરતાં અનેકગણી આગળ છે મહિલાઓ, તમે પણ જાણો

Bansari

WTC Final / વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ડ્રો થવા પર પણ ભારતને થશે મોટું નુકશાન, ન્યૂઝીલેન્ડને થશે ફાયદો

Zainul Ansari

ટિપ્સ/ વરસાદની સીઝનમાં ગાડી ચલાવતી વખતે હેરાન ન થવું હોય તો જરૂર રાખો આ 9 સાવચેતીઓ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!