GSTV
Gujarat Government Advertisement

IPL 2020: શું છે બાયો બબલ જેને ‘ગબ્બર’ ધવન બીગ બોસના ઘર જેવું કહે છે

Last Updated on September 16, 2020 by pratik shah

આ વર્ષે જૈવ સુરક્ષા વાતાવરણ(બાયો બબલ)માં IPL 2020 યોજાવા જઈ રહી છે. આઈપીએલ માટે ભારતીય ક્રિકેટ બોર્ડ BCCI  સંયુક્ત આરબ અમીરાત (UAE)માં માનક સંચાલન પ્રક્રિયા (SOP)નું કડકાઈથી પાલન કરાવી રહ્યું છે.

IPL 2020, Shikhar Dhawan, Delhi Capitals

IPL 2020માં કરાશે બાયો બબલનું ચુસ્ત પાલન

તમામ ખેલાડીઓએ જૈવ સુરક્ષિત માહોલનું મક્કમ પાલન કરવાનું રહેશે. તેમાં કોઇપણ પ્રકારની બાંધછોડ નહિ ચલાવી લેવામાં આવે. એવામાં તમામ ખેલાડીઓ સમગ્ર ટુર્નામેન્ટ દરમ્યાન બાકીની દુનિયાથી સીધા સંપર્કમાં નહિ રહે. આ વર્ષે IPL 2020 આગામી 19 સપ્ટેમ્બરના રોજ શરૂ થઇ 10 નવેમ્બર સુધી ચાલશે.

દિલ્હી કેપિટલ્સ (DC)ના આક્રમક બેટ્સમેન શિખર ધવન ‘બાયો બબલ’ પર સહમત છે તો સાથે સાથે તેમનું કહેવું છે કે આ લગભગ બીગ બોસના ઘર જેવું છે.  ઉલ્લેખનીય છે કે બીગ બોસ એક રિયાલીટી શો છે જેમાં પ્રતિસ્પર્ધીઓએ 3 મહિના સુધી એક જ ઘરમાં રહેવું પડે છે.

એક ખાનગી ન્યુ ચેનલ સાથે વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા શિખર ધવને જણાવ્યું કે ‘અમારી માનસિક શક્તિનું પરીક્ષણ કરવા માટે બાયો બબલ સારું લાગ્યું.IPL 2020 દરમ્યાન ખેલાડીઓની દુનિયા હોટલ ટ્રેનિંગ ગ્રાઉન્ડ અને સ્ટેડિયમ પુરતી સીમિત રહેશે. ક્રિકેટ મેચ દર્શકો વગર ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવશે.

ધવન કહે છે, ‘બાયો બબલ તમામ માટે એક નવી વાત છે એક નવા પડકાર સમાન છે. હું આને તમામ સ્તરે સુધારણાની તકની દ્રષ્ટીએ જોઉં છું. હું પોતે પોતાનું મનોરંજન કરતો રહ્યું છે. હું આને એક સકારાત્મક રીતે લઉં છું. ટુર્નામેન્ટમાં સફળતા અંગે પૂછવામાં આવતા શિખર ધવને જણાવ્યું કે એક ખેલાડી આ નવી પરિસ્થિતિને કેવી રીતે લે છે તેના પર તેની સફળતા નિર્ભર કરે છે.

તેઓ કહે છે કે આ સંપૂર્ણ રીતે એ વાત પર નિર્ભર કરે છે કે કોઈ વ્યક્તિ પોતાની સાથે કેવી રીતે વાત કરે છે. તમે તમારા પોતાના સૌથી સારા મિત્ર છો. જો એવું નથી તો તમે આ માહોલમાં શિકાર બની શકો છો. તમારી આસપાસ ૧૦ લોકો હોઈ શકે છે જે સકારાત્મક હોય પરંતુ જો તમે જ પોતાના મિત્ર નહિ તો કોઈ મદદ નહિ કરી શકે.

૩૪ વર્ષીય ઓપનીંગ બેટ્સમેન અને ગબ્બરના નામથી જાણીતા શિખર ધવન જાન્યુઆરી બાદ પહેલીવાર ક્રિકેટમાં વાપસી કરશે. આઈપીએલમાં તેમની ટીમ દિલ્હી કેપિટલ્સ પોતાની મેચીસની શરૂઆત રવિવારે કિંગ્સ ઈલેવન પંજાબ સામે કરશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

સરકાર મૂંગીમંતર/ ખાદ્યતેલોની માંગમાં ૩૦ ટકાથી વધુનો ઘટાડો છતાં ભાવમાં 25 ટકાનો વધારો, ગરીબોને પાણીમાં વઘાર કરવો પડે તેવા ભાવ

Pritesh Mehta

દેશમાં રહેવા માટે આ શહેર છે સૌથી શ્રેષ્ઠઃ હોસ્પિટાલિટીથી લઈને તમામ સુવિધાઓથી છે સજ્જ, અમદાવાદનો છે આ નંબર

Harshad Patel

જલદી કરજો/ સ્માર્ટફોન, ટેબલેટ અને લેપટોપના દેશમાં વધી શકે છે ભાવ, આ છે મોટા કારણો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!