GSTV

શિખર ધવનની વધુ સિદ્ધિ: સતત 2 મેચમાં ફટકારી સદી, 471 રન સાથે બીજા ક્રમે

આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સના શિખર ધવને આ સિઝનમાં સારો દેખાવ કર્યો છે અને તે હાલમાં 471 રન ફટકારીને બીજા ક્રમે રમી રહ્યો છે. મોખરના ક્રમે કિંગ્સ ઇલેવન પંજાબનો લોકેશ રાહુલ છે જેણે 641 રન ફટકાર્યા છે. ધવને આઇપીએલમાં આ વખતે સદી પણ ફટકારી હતી.

આઇપીએલમાં શિખર ધવનની 2 સદી

હકીકતમાં તેણે બે સદી ફટકારી હતી. આઇપીએલમાં 167 મેચમાં એકેય સદી નહીં ફટકારી શકેલો ધવન 17મી ઓક્ટોબરે તેની 168મી મેચ રમ્યો અને શારજાહ ખાતે ચેન્નાઈ સામેની મેચમાં તેણે 58 બોલમાં 101 રન ફટકાર્યા હતા. ત્યાર બાદ 20મી ઓકટોબરે જ તેણે દુબઈ ખાતે કિંગ્સ ઇલેવન પંજાબ સામે અણનમ 1006 રન ફટકારી દીધા હતા. આમ ઉપરા ઉપરી બે મેચમાં તેણે સદી ફટકારી દીધી.

શિખર ધવન

સતત 2 મેચમાં ફટકારી 2 સદી

આઇપીએલના ઇતિહાસમાં કોઈ બેટ્સમેને ઉપરા ઉપરી બે મેચમાં સદી ફટકારી ન હતી. આમ ધવન માટે આ સોનેરી સિદ્ધિ હતી. જોકે શનિવારે તે મુંબઈ ઇન્ડિયન્સ સામે શૂન્ય પર આઉટ થયો હતો. આ સાથે તે સળંગ બે મેચમાં શૂન્ય પર આઉટ થયો છે. 27મી ઓક્ટોબરે શિખર ધવન સનરાઇઝર્સ હૈદરાબાદ ખાતે પહેલા બોલે જ શૂન્ય પર આઉટ થયો હતો જ્યારે શનિવારે મુંબઈ સામે તે બીજા બોલે શૂન્ય પર આઉટ થયો હતો.

સતત બે મેચની અનોખી છતાં ન ગમે તેવી સિદ્ધિ

આઇપીએલના ઇતિહાસમાં કોઈ બેટ્સમેન એક જ સિઝનમાં ઉપરા ઉપરી મેચમાં સદી ફટકારે અને એ જ સિઝનમાં ઉપરા ઉપરી મેચમાં શૂન્ય પર પણ આઉટ થાય તેવો આ એકમાત્ર પ્રસંગ બન્યો છે. આમ ધવન આ બંનેમાં સંકળાયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સૌરવ ગાંગુલી અને જય શાહના ભાવિનો ફેંસલો સુપ્રીમ કોર્ટના હાથમાં, 9 ડિસેમ્બરે થશે ચુકાદો

pratik shah

રેકોર્ડ: પ્રથમ ટેસ્ટમાં વિન્ડીઝ સામે કીવીનો દબદબો, કેપ્ટન કેન વિલિયમ્સન વધુ એક સદીની નજીક

pratik shah

મેક્સવેલનો ચેપલને જવાબ – ‘સ્વિચ હિટ’ ક્રિકેટના નિયમોમાં જ છે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!