GSTV

IPL 2020: રાજસ્થાન રોયલ્સનો પડકાર શમી ગયો, કોલકાતાનો શાનદાર વિજય

હજી બે દિવસ અગાઉ અંતિમ ઓવર્સમાં અફલાતુન પ્રદર્શન કરનારી રાજસ્થાન રોયલ્સની ટીમ બુધવારે રમાયેલી કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ મેચમાં સાવ પાણીમાં બેસી ગઈ હતી. કોલકાતાનો 37 રનથી વિજય થયો હતો. કોલકાતા નાઇટ રાઇડર્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં છ વિકેટે 174 રન નોંધાવ્યા હતા જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 137 રન કરી શકી હતી. આ સાથે કોલકાતાના ચાર પોઇન્ટ થયા છે જ્યારે રાજસ્થાન પણ એટલા જ પોઇન્ટ ધરાવે છે.


કોલકાતા માટે ઓપનર શુભમન ગિલે શાનદાર બેટિંગ કરીને 34 બોલમાં 47 રન ફટકાર્યા હતા તો ઇંગ્લેન્ડના કેપ્ટન અને ડાબોડી બેટ્સમેન ઓઇન મોર્ગને અંતિમ ઓવર્સમાં ઝડપી બેટિંગ કરીને 23 બોલમાં અણનમ 34 રન ફટકાર્યા હતા. તેણે બે સિક્સર ફટકારી હતી. એક સમયે ટીમનો સ્કોર 150ની આસપાસ રહે તેમ લાગતું હતું પરંતુ મોર્ગનની બેટિંગને કારણે તેઓ 175 રનનો ટારગેટ આપવામાં સફળ રહ્યા હતા. આન્દ્રે રસેલે ત્રણ સિક્સર સાથે 34 રન ફટકાર્યા હતા.


રાજસ્થાન રોયલ્સનો પ્રારંભ અત્યંત કંગાળ રહ્યો હતો. સ્ટિવ સ્મિથ, સંજુ સેમસન, રોબિન ઉથપ્પા અને જોઝ બટલર પ્રારંભમાં જ સસ્તામાં આઉટ થઈ ગયા હતા. અગાઉની મેચનો હિરો રાહુલ તિવેટીયા માત્ર 14 રન કરી શક્યો હતો. બંને ટીમ હવે તેમની આગામી મેચ ત્રીજી ઓક્ટોબરે રમશે. રાજસ્થાનનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કોલકાતાનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે.

READ ALSO

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

IPL 2020/ બેન સ્ટોક્સની આઈપીએલમાં બીજી સદી, રાજસ્થાને મુંબઈને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

મોટા સમાચાર/ 5 નવેમ્બરના રોજ રમાશે IPL 2020ની પ્લે ઓફ મેચ, BCCIએ જાહેર કર્યુ શિડ્યૂલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!