GSTV

IPL 2020: રાજસ્થાનની શાહી જીત, પ્લેઑફની મજબૂત દાવેદારી, KXIPનું બગાડ્યુ ગણિત

રાજસ્થાન

કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાય રહેલી IPL 2020ની મેચમાં આજે રાજસ્થાને પંજાબને સાત વિકેટ પરાજય આપ્યો છે.અબુ ધાબી ખાતે કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાય રહેલી IPL 2020ની 50મી મેચમાં રાજસ્થાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતાં પંજાબે 20 ઓવરના અંતે 4 વિકેટના નુકસાને 185 રન બનાવ્યા હતા.

રાહુલ અને ગેઇલની તોફાની બેટિંગ

રાહુલ અને ગેઈલે તોફાની બેટિંગ કરી હતી. બન્ને વચ્ચે 120 રનની ભાગીદારી થઈ હતી. પૂરન 10 બોલમાં 22 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે ગેઈલે 63 બોલમાં 6 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 99 રન ફટકાર્યા હતા. 20મી ઓવરમાં ગેઈલ 99 રને બોલ્ડ થયો હતો. રાજસ્થાન વતી આર્ચર ને સ્ટોક્સે બે બે વિકેટ લીધી હતી.

રાજસ્થાન રોયલ્સની પ્લેઑફની આશા જીવંત

પંજાબના 186 રનનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમે 17.3 ઓવરમાં 3 વિકેટના નુકાસને હાંસલ કરી લીધો હતો. રાજસ્થાનની સારી શરૂઆત રહી હતી. રોબિન ઉથપ્પા અને બેન સ્ટોક્સે 60 રનની ભાગીદારી નોંધાવી હતી. જેમાં સ્ટોક્સે 26 બોલમાં 3 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 50 રન બનાવ્યા. જ્યારે ઉથપ્પા 23 બોલમાં 30 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે સેમસને 48 રન અને સ્મિથે 31 અને બટલરે 22 રન કર્યાં. પંજાબ તરફથી અશ્વિન અને જોર્ડને 1-1 વિકેટ ઝડપી હતી.

જીત સાથે જ રાજસ્થાન રોયલ્સે પ્લે ઓફની પોતાની આશા જીવંત કરી છે. જ્યારે આ હાર બાદ પંજાબ માટે મુશ્કેલી વધી છે. રાજસ્થાનની આ છઠ્ઠી જીત રહી અને આ 13 મેચોમાં 12 પોઈન્ટ સાથે પાંચમાં સ્થાને છે. પંજાબની આ સાતમી હાર છે અને 13 મેચો 12 પોઈન્ટ સાથે તે ચોથા સ્થાને છે. પ્લે ઓફ માટે નેટ રન રેટની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.

Read Also

Related posts

દેશના જવાનો માટે આવી ગયા છે Hi Tech શૂઝ, જે દુશ્મનો પર બાજ નજર રાખવા સહિત ફાયરિંગ પણ કરી શકશે

Mansi Patel

સિરાજે કર્યો ખુલાસો, સિડની ટેસ્ટમાં વંશીય ટિપ્પણી બાદ અમ્પાયર્સે તેને કહી હતી આ વાત…

Ali Asgar Devjani

મોતનો ખેલ/ અહીં કબડ્ડીની રિંગમાં શ્વાસ રોકાતા ખેલાડીનું થયું મોત, મેદાન પર જ ઢળી પડ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!