GSTV

રનનો વરસાદ વરસાવનારો લોકેશ રાહુલ અને બોલર રબાડા માલામાલ થઈ ગયા

Last Updated on November 11, 2020 by Mansi Patel

ટ્રેન્ટ બોલ્ટની ખતરનાક બોલિંગ અને રોહિત શર્માની અડધી સદીની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આ સિઝનમાં પણ આઇપીએલ જીતી લઈને આ ટી20 ક્રિકેટ લીગમાં સળંગ બે વર્ષ ટ્રોફી જીતવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. મુંબઈએ પાંચમી વાર આઇપીએલનું ટાઇટલ જીત્યું પરંતુ આ સિઝનમાં સૌથી વધારે રન અને સૌથી વધુ વિકેટનો રેકોર્ડ મુંબઈના ખેલાડીના નામે થયો નહીં.

કિંગ્સ ઇલેવન પંજાબનો ઓપનર અને કેપ્ટન લોકેશ રાહુલે 670 રન ફટકારીને ઓરેન્જ કેપ જીતી હતી તો દિલીહી કેપિટલ્સના કેગિસો રબાડાએ 30 વિકેટ ઝડપીને પર્પલ કેપ હાંસલ કરી હતી. આમ તો રાહુલે અગાઉ પણ 500થી વધારે રન કરેલા છે પરંતુ ઓરેન્જ કેપ તેણે પહેલી વાર પ્રાપ્ત કરી છે.

સિઝનમાં સૌથી વધુ રન ફટકારીને ઓરેન્જ કેપ જીતવા બદલ રાહુલને દસ લાખ રૂપિયાનો જંગી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ ઉપરાંત સાઉથ આફ્રિકન ઝડપી બોલર કેગિસો રબાડાને 30 વિકેટ ખેરવીને પર્પલ કેપ જીતવા બદલ દસ લાખ રૂપિયાનો પુરસ્કાર સાંપડ્યો હતો.

આઇપીએલમાં આ વખતે ટોપ-5 ક્રમે રહેલા બેટ્સમેનની યાદી.

લોકેશ રાહુલ 670 રન, શિખર ધવન 618 રન, ડેવિડ વોર્નર 548 રન, શ્રેયસ ઐય્યર 519 રન, ઇશાન કિશન 516 રન.

આઇપીએલમાં આ વખતે ટોપ-5 ક્રમે રહેલા બોલરની યાદી.

કેગિસો રબાડા 30 વિકેટ, જસપ્રિત બુમરાહ 27 વિકેટ, ટ્રેન્ટ બોલ્ટ 25 વિકેટ, એનરિક નોર્તજે 22 વિકેટ, યુઝવેન્દ્રસિંહ ચહલ 21 વિકેટ.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!