GSTV
Gujarat Government Advertisement

આઇપીએલ 2020માં ચેમ્પિયન બનવા બદલ મુંબઈ ઇન્ડિયન્સને મળ્યા 20 કરોડ રૂપિયા

Last Updated on November 11, 2020 by pratik shah

રોહિત શર્માની મુંબઈ ઇન્ડિયન્સની ટીમે મંગળવારે દિલ્હી કેપિટલ્સને હરાવીને પાંચમી વાર આઇપીએલની ટ્રોફી જીતી લીધી હતી. આ ટાઇટલ જીતવા બદલ મુંબઈ ઇન્ડિયન્સની ટીમને 20 કરોડ રૂપિયાની જંગી ઇનામી રકમ મળી હતી. આવડી મોટી ઇનામી રકમ માટે જ આઇપીએલની વિશ્વની સૌથી ધનાઢ્ય ક્રિકેટ લીગ ગણવામાં આવે છે.

મુંબઈ ઇન્ડિયન્સ

દિલ્હી કેપિટલ્સની મળી 12.5 કરોડ પ્રાઈઝમની

મુંબઈની ટીમ ચેમ્પિયન બની તે બદલ તેને 20 કરોડ રૂપિયાનો પુરસ્કાર મળ્યો પરંતુ ફાઇનલમાં હારી જનારી દિલ્હી કેપિટલ્સની ટીમ રનર્સ અપ રહી તે બદલ દિલ્હીને 12.5 કરોડ રૂપિયાનો મબલખ પુરસ્કાર સાંપડ્યો હતો.

કોણે કેટલીવાર જીત્યા ટાઇટલ

આ સાથે મુંબઈની ટીમ પાંચમી વખત ચેમ્પિયન બની હતી. આઇપીએલમાં અન્ય કોઈ ટીમે આટલા ટાઇટલ જીત્યા નથી. આઇપીએલમાં કઈ ટીમ કેટલી વાર ચેમ્પિયન બની તેની વિગતો.

  • મુંબઈ ઇન્ડિયન્સ (2013, 2015, 2017, 2019 અને 2020). કેપ્ટન રોહિત શર્મા
  • ચેન્નાઈ સુપર કિંગ્સ (2010, 2011, 2018) કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની.
  • કોલકાતા નાઇટ રાઇડર્સ (2012, 2014) કેપ્ટન ગૌતમ ગંભીર
  • સનરાઇઝર્સ હૈદરાબાદ (2016) કેપ્ટન ડેવિડ વોર્નર
  • ડેક્કન ચાર્જર્સ (2009) કેપ્ટન એડમ ગિલક્રિસ્ટ
  • રાજસ્થાન રોયલ્સ (2008) કેપ્ટન શેન વોર્ન.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Google એકાઉન્ટ કંપની તેના તમામ યુઝર્સ માટે લાવી રહી છે આ ફિચર્સ, હેકર્સ નહીં કરી શકે એકાઉન્ટ હેક

Harshad Patel

માત્ર રૂ. 279માં આ કંપની આપી રહી છે 4 લાખનો Life Insurance, સાથે અનલિમિટેડ કોલિંગ-ડેટા

Dhruv Brahmbhatt

ઈઝરાયેલ સામે 57 ઈસ્લામિક દેશો થયા એક : UNમાં લઈ જશે સમગ્ર મામલો, સભ્ય દેશોનો એક સમૂહ તૈયાર કર્યો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!