GSTV

કોરોનાનો એક કેસ આઇપીએલને બરબાદ કરી નાખશે, પંજાબની ટીમના માલિકે સલાહ આપી

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની કિંગ્સ ઇલેવન પંજાબની ટીમના સહમાલિક નેસ વાડિયાનું માનવું છે કે આ વખતની આઇપીએલના ટાઇટલ સ્પોન્સર અંગે અટકળો લગાવવાને બદલે એ વાતની ખાતરી કરાવવાની જરૂર છે કે આ ટી20 લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ સામે આવે નહીં. જોકે સાથે સાથે બીસીસીઆઈએ હજી એ વાતને સ્વિકારી નથી કે આ વર્ષે વિવો કંપની આઇપીએલને સ્પોન્સર કરવાની નથી તેનો નિર્ણય લીધો છે.

વિવો કંપની આ વખતે 440 કરોડના કરારમાંથી ખસી જશે ?


એવી અટકળો થઈ રહી છે કે ભારતમાં ચીની પ્રોડક્ટના વિરોધ વચ્ચે વિવો કંપની આ વખતે 440 કરોડના કરારમાંથી ખસી જશે.
આઇપીએલની ફ્રેન્ચાઇઝીના માલિકોને બુધવારે મળેલી બેઠક બાદ નેસ વાડિયાએ જણાવ્યું હતું કે બધી વાતો માત્ર અટકળો જ છે આપણે આ વાત પર ધ્યાન આપવું જોઇએ કે આ વર્ષે આઇપીએલનું આયોજન થયું છે. અમે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને લઈને ચિંતિત છીએ. કોરોનાનો એકાદ કેસ પણ સામે આવશે તો આઇપીએલ બરબાદ થઈ જશે. તેમણે ઉમેર્યું હતું કે જૂન મહિનામાં ભારત અને ચીન વચ્ચે સરહદ પર ઘર્ષણ થયું ત્યાર બાદ ધીમે ધીમે ચીની સ્પોન્સરથી દૂર થઈ જવું જોઇએ. જરૂર પડે તો ચીની કંપનીની જગ્યા લેવા માટે ઘણા સ્પોન્સર ઉપલબ્ધ છે.

Related posts

મોદી સરકારના મજૂર બિલો કારીગરોના હિતમાં કે અહિતમાં? કંપનીઓને છટણી માટે આપી દીધો આ હક

Mansi Patel

રાજકોટ/ ભાજપના પૂર્વ કોર્પોરેટર ચારુબેન ચૌધરીનું કોરોનાને કારણે થયું નિધન, ખાનગી હોસ્પિટલમાં હતા સારવાર હેઠળ

pratik shah

વાહ…ફક્ત 1 રૂપિયો ચૂકવીને ઘરે લઇ જાઓ સ્કૂટી કે બાઇક, આ બેન્ક આપી રહી છે સુવિધા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!