GSTV

IPLમાં આ રેકોર્ડ તૂટતા તૂટતા રહી ગયો, નિકોલસ પૂરને માત્ર 17 બોલમાં ફટકારી દીધી અડધી સદી

ipl

Last Updated on October 9, 2020 by Bansari

IPLમાં ગુરુવારે કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ટી20 ક્રિકેટ મેચ રમાઈ હતી. આ મેચમાં પંજાબ સામે હૈદરાબાદનો 69 રનથી વિજય થયો હતો. ડેવિડ વોર્નર અને જોની બેરસ્ટોએ શાનદાર બેટિંગ કરીને વિશાળ ભાગીદારી નોંધાવી હતી. જેમાં બેરસ્ટોએ 97 રન ફટકાર્યા હતા. આમ તે ત્રણ રન માટે સદી ચૂકી ગયો હતો.

કિંગ્સ ઇલેવન પંજાબના પરાજય છતાં કેરેબિયન બેટ્સમેન નિકોલસ પૂરનની બેટિંગની ચર્ચા થઈ રહી છે. એ ઇનિંગ્સ જેણે મેદાન પર રનની સુનામી લાવી દીધી હતી. આ એ જ ઇનિંગ્સ હતી જેણે એક સમયે તો હૈદરાબાદને ડરાવી દીધું હતુ અને તેમના મનમાં શંકા પેદા કરી દીધી હતી કે ક્યાંક 201 રનનો સ્કોર પણ ઓછો પડી જાય નહીં. નિકોલસ પૂરને માત્ર 17 બોલમાં અડધી સદી ફટકારી દીધી હતી જે આ સિઝનની સૌથી ઝડપી અડધી સદી હતી.

IPLમાં આ રેકોર્ડ તૂટતા તૂટતા રહી ગયો

IPLમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ લોકેશ રાહુલના નામે છે જેણે 2018માં માત્ર 14 બોલમાં જ 50 રન ફટકારી દીધા હતા. બીજા ક્રમે યુસુફ પઠાણ અને સુનીલ નારાયણ છે જેમણે 15 બોલમાં અડધી સદી ફટકારી હતી. આ ઉપરાંત 16 કે 17 બોલમાં અડધી સદી ફટકારનારા આઠ બેટ્સમેન છે જેનાં નિકોલસ પૂરન પણ સામેલ થઈ ગયો છે.

આ સિઝનમાં આ સૌથી ઝડપી અડધી સદી હતી. અગાઉ સજુ સેમસને ચેન્નાઈ સામે 19 બોલમાં 50 રન ફટકાર્યા હતા.પાંચમી ઓવરમાં રમવા આવેલા પૂરને પહેલા જ બોલે ચોગ્ગો ફટકારીને પોતાનું ખાતું ખોલ્યું હતું ત્યાર બાદની ઓવરમાં તેણે નટરાજનની બોલિગમાં સિકસર ફટકારી હતી. સાતમી ઓવરમાં તેણે ઉપરા ઉપરી બે સિક્સર ફટકારી પરંતુ આ જ ઓવરમાં રાહુલ આઉટ થઈ ગયો હતો. જોકે પૂરનનું આક્રમણ જારી રહ્યું હતું. અબ્દુલ સમદની બોલિંગમાં પૂરને સળંગ ત્રણ સિક્સર ફટકારી અને તમામ સિક્સર 100 મીટર લાંબી હતી.

Read Also

Related posts

‘શર્લિન ચોપરાએ રાજ કુન્દ્રાની પૂજા કરવી જોઈએ’, જાણો ‘ગંદી બાત’ ફેમ અભિનેત્રીએ કેમ કહ્યું આવું?

Vishvesh Dave

પોતાના જ લડાકુઓની મોજ-મસ્તીથી અકળાયું તાલિબાન, ભડકેલા ટોચના નેતાએ આપી દીધું આ ફરમાન

Bansari

BJPના ધારાસભ્યનું વિવાદીત નિવેદન: જોધા-અકબરના નહોતા થયાં પ્રેમલગ્ન, લુંટારાઓએ સત્તા માટે બહેન-દિકરીઓને કુરબાન કરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!