GSTV
Gujarat Government Advertisement

શું આઇપીએલને મળશે નવો ચેમ્પિયન? ક્યાં, ક્યારે અને કેવી રીતે જોઈ શકાશે ફાઇનલ

Last Updated on November 10, 2020 by Mansi Patel

યુવાન કેપ્ટન શ્રેયસ ઐય્યરે દિલ્હી કેપિટલ્સને પહેલી વાર ફાઇનલમાં પ્રવેશ અપાવ્યો છે પરંતુ તે આટલામાં ખુશ થનારો નથી. ઐય્યર પોતાના યુવાન ખેલાડીઓ સાથે પૂરી તાકાત લગાવીને દિલ્હીની ટીમને ચેમ્પિયન બનાવવાનો પ્રયાસ કરશે. બીજી તરફ સ્ટાર ખેલાડીઓથી ભરેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ પણ ટાઇટલ જીતવા માટે કોઈ કસર બાકી રાખશે નહીં. આ જ ટીમે ક્વોલિફાયર-1માં દિલ્હીને સજ્જડ પરાજય આપ્યો હતો.

પ્રારંભિક તબક્કામાં શાનદાર દેખાવ કરનારી દિલ્હીની ટીમ અંતિમ પડાવ પર આવતા આવતાં તેની લય ગુમાવી બેઠી હતી. હવે મંગળવારે દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાનારી ફાઇનલ મેચ રોમાંચક બની રહે તેવી સંભાવના છે.

મુંબઈ પાસે સ્ટાર ખેલાડીઓની ફોજ છે. જોકે દિલ્હીની ટીમ કમ નથી પરંતુ તેની સૌથી મોટી ચિંતા મોખરાના બેટ્સમેનને સાતત્યવિહોણા ફોર્મની છે. સાંજે 7.00 કલાકે ટોસ થશે અને 7.30 કલાકે મેચનો પ્રારંભ થશે.

આ વખતની આઇપીએલનું પ્રસારણ સ્ટાર નેટવર્ક પરથી થઈ રહ્યું છે. સ્ટાર પરથી અંગ્રેજી અને હિન્દી ઉપરાંત વિવિધ પ્રાંતિય ભાષામાં તેની કોમેન્ટરી થઈ રહી છે. આ ઉપરાંત હોટ સ્ટાર પર પણ લાઇવ સ્ટ્રીમિંગ થાય છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ક્રિકેટ/ આઈપીએલમાં કોરોના સંક્રમણ ન ફેલાયું હોત જો ખેલાડીઓએ આ ભૂલો ના કરી હોત, થયો મોટો ખુલાસો

Harshad Patel

ભારત અને શ્રીલંકા વચ્ચેની ક્રિકેટ સિરિઝ પણ ખતરામાં : આ ખેલાડીઓ નહીં જાય શ્રીલંકા, ભારતનો ચેપ પડોશીને લાગ્યો

Pritesh Mehta

ભારતીય ટીમના ઓપનર પૃથ્વી શોને ગોવા રજાઓ ગાળવા જતાં પોલિસે અટકાવ્યો, ક્રિકેટરને અટકાવવાનું આ છે કારણ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!