GSTV

IPL 2020: રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહ સામે કોલકાતા નાઇટ રાઇડર્સ લાચાર, મેચ નિરસ

રોહિત

રોહિત શર્મા આક્રમક મૂડમાં હોય ત્યારે મુંબઈ ઇન્ડિયન્સ મેચ જીતીને જ રહે છે તો બીજી તરફ જસપ્રિત બુમરાહ આક્રમક મૂડમાં બોલિંગ કરતો હોય તો હરીફ ટીમ લાચાર બનીને જ રહે છે. આ બંનેનું મિશ્રણ થાય તો મેચ અલગ જ બની રહે પરંતુ ક્યારેક એકતરફી પણ બની જતી હોય છે જેવું બુધવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં અબુધાબીમાં બન્યું હતું. જોકે મેચ એકતરફી બની રહેવાને કારણે નિરસ પણ રહી હતી. છેલ્લે પેટ કમિન્સ જેવા ખેલાડીએ એકાદ ઓવર પૂરતું મનોરંજન કર્યું હતું પરંતુ એકંદરે કોલકાતા કોઈ લડત દાખવી શક્યું ન હતું.

મુંબઇએ 20 ઓવરમાં ખડકી દીધા 195 રન

ટોસ જીતીને હરીફ ટીમને બેટિંગ આપવાની આદત પડી ગઈ હોય તેમ બુધવારે પણ કોલકાતા નાઇટ રાઇડર્સના સુકાની દિનેશ કાર્તિકે મુંબઈ ઇન્ડિયન્સને પ્રથમ બેટિંગ આપી હતી. મુંબઈએ 20 ઓવરમાં પાંચ વિકેટે 195 રનનો સ્કોર ખડકી દીધા બાદ આઇપીએલ કે ટી20માં જેને વિશાળ કહેવાય તેવા 49 રનના માર્જીનથી મેચ જીતી લીધી હતી કેમ કે કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 146 રન જ કરી શકી હતી.

મેચ જીતવા માટે 196 રનના વિશાળ ટારગેટ સામે રમતી ટીમ પાસેથી જે પ્રકારના અભિગમની અપેક્ષા રખાય છે તે દાખવવામાં નાઇટ રાઇડર્સ સદંતર નિષ્ફળ રહ્યું હતું. શુભમન ગિલ કે સુનીલ નારાયણ પ્રારંભમાં નિષ્ફળ રહ્યા તેનો અર્થ એ ન હતો કે હથિયાર હેઠાં મૂકી દેવા પરંતુ કેપ્ટન દિનેશ કાર્તિક, અંગ્રેજ ટીમનો સુકાની અને આક્રમક બેટ્સમેન ઓઇન મોર્ગન, નીતિશ રાણા જે રીતે રમ્યા તે જોતાં તેમણે શરૂઆતથી જ બાજી ગુમાવી દીધી હોય અને તેમનામાં લડત આપવાની ક્ષમતા જ રહી ન હોય તેમ લાગતું હતું.

કોલકતાની ટીમ પર ત્રાટક્યો જસપ્રીત બુમરાહ

દિનેશ કાર્તિકે 30 અને નીતિશ રાણાએ 24 રન નોંધાવ્યા હતા આન્દ્રે રસેલ રમવા આવ્યો તે અગાઉના બેટ્સમેને ટીમની પરિસ્થિતિ એટલી હદે નાજુક બનાવી દીધી હતી કે તેની પાસેથી પણ કોઈ કરિશ્માની અપેક્ષા રાખી શકાય તેમ ન હતી. તેવામાં જસપ્રિત બુમરાહ ત્રાટક્યો હતો.

કદાચ આ મેચની સર્વશ્રેષ્ઠ ઓવર બુમરાહે ફેંકી હતી તેણે 16મી ઓવરના પહેલા બોલે બુમરાહ સ્પેશિયલ બોલમાં રસેલને બોલ્ડ કર્યો હતો તો ચોથા બોલે એવા જ એક બ્યૂટીમાં મોર્ગનને વિકેટ પાછળ ઝડપાવી દીધો હતો. આ એક જ ઓવરે કોલકાતાની લડત સમાપ્ત કરી નાખી હતી.

અગાઉ મુંબઇ ઇન્ડિયન્સ માટે રોહિત અને સૂર્યકુમાર યાદવ વચ્ચેની બીજી વિકેટ માટેની 84 રનની ભાગીદારી અપેક્ષા જગાડનારી હતી. કમનસીબે 28 બોલમાં 47 રન ફટકારીને સૂર્યકુમાર યાદવ રનઆઉટ થયો હતો. સૌરભ તિવારીએ નાની પણ આકર્ષક ઇનિંગ્સ રમી હતી તો હાર્દિક પંડ્યાએ એ તો પુરવાર કરી દીધું કે તે સંપૂર્ણ ફિટ છે.

Read Also

Related posts

કાર્ડ સ્વાઇપ કરાવતા પહેલા સાવધાન, શું આપનું કાર્ડ ક્લોન તો નથી થઇ ગયું ને ?

Nilesh Jethva

દશેરા અને દિવાળીના તહેવારો પહેલા આરોગ્ય વિભાગનું સરપ્રાઈઝ ચેકિંગ, 500 જેટલા નમૂનાઓ લેવામાં આવ્યાં

Nilesh Jethva

કાળી મજૂરી કરી મીઠું પકવતા અગરિયાઓની વેદના, આવું શોષણ તો અંગ્રેજોના સમયમાં પણ નહોતું થતું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!