GSTV
Gujarat Government Advertisement

IPL 2020: રોહિત શર્માની તોફાની બેટિંગ સામે ઉડ્યુ પંજાબ, આઇપીએલમાં મુંબઇની બીજી મોટી જીત

રોહિત

Last Updated on October 2, 2020 by Bansari

રોહિત શર્મા અને કેઇરોન પોલાર્ડની શાનદાર બેટિંગની સહાયથી મુંબઈ ઇન્ડિયન્સે ગુરુવારે અહીં રમાયેલી આઇપીએલની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબને 48 રનથી હરાવ્યું હતું. આમ મુંબઈએ તેની બીજી મેચ જીતી છે અને અન્ય ચાર ટીમની સાથે તે પણ ચાર પોઇન્ટ ધરાવે છે.

મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં ઉભો કર્યો 191 રનનો સ્કોર

કિંગ્સ ઇલેવન પંજાબે ટોસ જીત્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં ચાર વિકેટે 191 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં પંજાબની ટીમ તેની 20 ઓવરમાં આઠ વિકેટે 143 રન કરી શકી હતી.

192 રનના ટારગેટ સામે રમતાં કિંગ્સ ઇલેવન પંજાબે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. ઇન ફોર્મ બેટ્સમેન લોકેશ રાહુલ 17, મયંક અગ્રવાલ 25, કરુણ નાયર શૂન્ય અને ગ્લેન મેક્સવેલ 11 રન કરી શક્યા હતા. નિકોલસ પૂરણે લડત આપીને 44 રન ફટકાર્યા હતા પરંતુ બાકીના બેટ્સમેનનો તેને સહકાર સાંપડ્યો ન હતો.

રોહિત શર્માની ધુંઆધાર બેટિંગ

અગાઉ મુંબઈ માટે રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે માત્ર 45 બોલમાં ત્રણ સિક્સર અને આઠ બાઉન્ડ્રી સાથે 70 રન ફટકાર્યા હતા જોકે તેનો સાથી ક્વિન્ટન ડી કોક ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. ઇશાન કિશન આજે ધીમો રહ્યો હતો પરંતુ ઇનિંગ્સના અંત ભાગમાં કેઇરોન પોલાર્ડ અને હાર્દિક પંડયાએ બધું સાટું વાળી દીધું હતું. પોલાર્ડે છેલ્લી ઓવરમાં ચાર અને છેલ્લા ત્રણ બોલમાં સળંગ ત્રણ સિક્સર ફટકારી હતી. તેણે ચાર સિક્સર સાથે માત્ર 20 બોલમાં 47 અને હાર્દિક પંડ્યાએ 11 બોલમાં ત્રણ બાઉન્ડ્રી અને બે સિક્સર સાથે 30 રન ફટકાર્યા હતા. બંનેએ માત્ર 23 બોલમાં 67 રનની અણનમ ભાગીદારી નોંધાવી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ક્રાઇમ બ્રાન્ચે 17 વર્ષે હત્યાની વોન્ટેડ ડિસ્કો યાદવની કરી ધરપકડ, 4 લોકોની ક્રૂરતા પૂર્વક હત્યા કરીને થઈ હતી ફરાર

pratik shah

આ તસ્વીરમાં છે 2 દીપડા પણ લોકોને દેખાય છે માત્ર એક, શું તમને દેખાયો બીજો?

Pritesh Mehta

ના હોય! / આ શખ્સે સર્જ્યો રેકોર્ડ, 43 વખત કોરોના પોઝિટિવ આવતા વૈજ્ઞાનિકોએ શરૂ કર્યું રિસર્ચ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!