GSTV
Gujarat Government Advertisement

આઇપીએલમાં પરાજયથી વ્યથિત થયો ધોની, હવે આગામી વર્ષને ધ્યાનમાં રાખીને કરશે ટીમમાં આ ફેરફાર

Last Updated on October 24, 2020 by Karan

આઇપીએલની વર્તમાન સિઝનમાં મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ 11 મેચમાંથી આ મેચ હારી ચૂકી છે. આમ તે પ્લે ઓફની રેસમાંથી લગભગ આઉટ થઈ ગઈ છે. ચેન્નાઈની ટીમ આઇપીએલની સૌથી સફળ અને લોકપ્રિય ટીમ છે તેમ છતાં તેની આ હાલત છે જેને કારણે તેનો કેપ્ટન ધોની દુખી થઈ ગયો છે. તેણે જણાવ્યું હતું કે હવે આગામી સિઝનને ધ્યાનમાં રાખીને બાકીની ત્રણ મેચોમાં ટીમમા યુવાનોને સમાવવામાં આવશે.

મુંબઈ ઇન્ડિયન્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો દસ વિકેટે કારમો પરાજય થયો

શુક્રવારે રમાયેલી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સનો દસ વિકેટે કારમો પરાજય થયો હતો. આ પરાજય બાદ ધોનીએ જણાવ્યું હતું કે આ પ્રકારની રમત જોઇને દુ:ખ થાય છે. અમારે જોવાનું એ છે કે ભૂલ ક્યાં થઈ હતી. આ વર્ષ અમારું ન હતું. તમે આઠ વિકેટે હારો તે દસ વિકેટે હારો તે મહત્વનું નથી, આખરે અમારો પરાજય થયો છે. જોવાનું એ છે કે અમે હાલમાં ક્યાં છીએ અને તે બાબત દુખી કરનારી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ હાલમાં આઠમા અને છેલ્લા ક્રમે

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ હાલમાં આઠમા અને છેલ્લા ક્રમે છે. તે હાલમાં માત્ર છ પોઇન્ટ ધરાવે છે અને પ્લે ઓફમાં આવવું તેના માટે હવે લગભગ અશક્ય બની ગયું છે. ધોનીએ જણાવ્યું હતું કે અમારે બીજી મેચથી જ વિચારવાની જરૂર હતી. આ ઉપરાંત નસીબે પણ સાથ આપ્યો નહીં. જ્યાં અમારે પહેલા બેટિંગ કરવાની હતી ત્યાં ટોસ જીત્યા નહીં અને જ્યારે પહેલા બેટિંગ કરી ત્યારે ઝાકળ હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વાહ! ખરીદ્યા વિના ચલાવી શકાશે VOLVOની લક્ઝરી કાર, કંપનીએ લૉન્ચ કર્યો આ સ્પેશિયલ પ્લાન

Bansari

કોર્ટનો ચુકાદોઃ દીકરો 18 વર્ષનો થાય એટલે પૂરી નથી થતી પિતાની જવાબદારી, ભણતર સાથે પોકેટમનીનો ઉઠાવવો પડશે ખર્ચ

Harshad Patel

કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે ખુશખબર, બાળકોને કોરોના સંક્રમણથી બચાવી શકે છે આ રસીઃ સંશોધનમાં થયો આ ખુલાસો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!