GSTV
Gujarat Government Advertisement

IPL 2020: જંગી સ્કોર બાદ બુમરાહની વેધક બોલિંગ, મુંબઈનો શાનદાર વિજય

બુમરાહ

Last Updated on October 7, 2020 by Bansari

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં મંગળવારે મુંબઈ ઇન્ડિયન્સે શાનદાર બોલિંગ પ્રદર્શન કરતાં રાજસ્થાન રોયલ્સ સામે 57 રનથી ભવ્ય વિજય હાંસલ કર્યો હતો. જસપ્રિત બુમરાહે ચાર વિકેટ લીધી હતી. આ વખતની આ ટી20 ક્રિકેટ સિઝનમાં ટીમ ભાગ્યે જ ટોસ જીત્યા બાદ બેટિંગ કરતી હોય છે પરંતુ મુંબઈ ઇન્ડિયન્સે ફરી એક વાર બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને મેચ જીતી હતી.

રાજસ્થાન રોયલ્સ 18.1 ઓવરમાં 136 રનના સ્કોરે ઓલઆઉટ

મુંબઈ ઇન્ડિયન્સે તેની 20 ઓવરમાં ચાર વિકેટે 193 રન નોંધાવ્યા હતા જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સ 18.1 ઓવરમાં 136 રનના સ્કોરે ઓલઆઉટ થઈ ગયું હતું. વર્તમાન ટુર્નામેન્ટમાં મુંબઈ આઠ પોઇન્ટ સાથે દિલ્હીની બરાબરી પર આવી ગયું છે તો રાજસ્થાન માટે આ સળંગ ત્રીજો પરાજય હતો.

રોહિત શર્માની ધૂંઆધાર બેટિંગ

ક્વિન્ટન ડી કોક અને રોહિત શર્માએ મુંબઈ માટે પાંચ ઓવર પૂરી થાય તે પહેલા 49 રન ફટકારી દીધા હતા. ડી કોકે 23 અને રોહિત શર્માએ 23 બોલમાં ત્રણ સિક્સર સાથે 35 રન ફટકાર્યા હતા. શ્રેયસ ગોપાલે ઉપરા ઉપરી બોલમાં વિકેટ ખેરવતાં મુંબઈ મુસિબતમાં આવી ગયું હતું પરંતુ સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરીને 47 બોલમાં 79 રન ફટકાર્યા હતા જેમાં બે સિક્સર ઉપરાંત 11 બાઉન્ડ્રીનો સમાવેશ થતો હતો. ઇનિંગ્સના અંત ભાગમાં હાર્દિક પંડ્યાએ 19 બોલમાં 30 રન ફટકાર્યા હતા.

બુમરાહ ઝળક્યો

બુમરાહ

194 રનના ટારગેટ સામે રમતાં રોયલ્સની ટીમે પહેલી ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી તે સાથે જ તેનો પડકાર શમી ગયો હતો. ટ્રેન્ટ બોલ્ટે પ્રતિભાશાળી યશસ્વી જયસ્વાલ અને સંજુ સેમસનને આઉટ કર્યો હતો તો જસપ્રિત બુમરાહે કેપ્ટન સ્ટિવ સ્મિથને આઉટ કર્યો હતો. જોઝ બટલરે લડાયક બેટિંગ કરીને 70 રન ફટકાર્યા હતા પરંતુ પોલાર્ડે બાઉન્ડ્રી પર શાનદાર કેચ કરીને બટલરને આઉટ કરાવ્યો અને રોયલ્સનો પરાજય નિશ્ચિત કરી દીધો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર/ ઓક્સિજનની અછત વચ્ચે મોદી સરકારે ઓક્સિકેર સિસ્ટમના 1.50 લાખ યુનિટ ખરીદવા આપી લીલીઝંડી

Dhruv Brahmbhatt

Google એકાઉન્ટ કંપની તેના તમામ યુઝર્સ માટે લાવી રહી છે આ ફિચર્સ, હેકર્સ નહીં કરી શકે એકાઉન્ટ હેક

Harshad Patel

માત્ર રૂ. 279માં આ કંપની આપી રહી છે 4 લાખનો Life Insurance, સાથે અનલિમિટેડ કોલિંગ-ડેટા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!