GSTV
Gujarat Government Advertisement

IPLમાં ચેન્નાઈ અને મુંબઈની આ સિદ્ધિને કોઈ આંબી શકે તેમ નથી

Last Updated on November 3, 2020 by Ankita Trada

IPLની વર્તમાન ટી20 ક્રિકેટ સિઝન અંત ભાગ તરફ આગળ ધપી રહી છે. મંગળવારે અંતિમ લીગ મેચ રમાશે અને ત્યારબાદ ગુરુવારથી પ્લે ઓફ રાઉન્ડનો પ્રારંભ થશે. આ વખતના લીગ રાઉન્ડમાં મુંબઈની ટીમ મોખરે રહી છે. મુંબઈ હાલમાં 18 પોઇન્ટ ધરાવે છે અને આજે છેલ્લી મેચ જીતીને તે 20 પોઇન્ટ સુધી પહોંચી જશે. જો તે હારી જાય તો તેના 18 પોઇન્ટ તો રહેશે જ. આ સંજોગોમાં બાકીની કોઈ ટીમ તેની નજીક પહોંચી શકે તેમ નથી.

મુંબઈ ચેમ્પિયન બની શકતું ન હતું

આમ મુંબઈ ઇન્ડિયન્સ આ વખતે પોઇન્ટ ટેબલમાં મોખરે રહેશે. IPLનો પ્રારંભ 2008માં થયો હતો. શરૂઆતના વર્ષોમાં મુંબઈ પાસે ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ હોવા છતાં મુંબઈ ચેમ્પિયન બની શકતું ન હતું, પરંતુ અત્યારે IPLમાં સૌથી વધુ ટાઇટલ મુંબઈ ઇન્ડિયન્સના નામે જ છે. આથી પણ વિશેષ એક સિદ્ધિ એવી છે જેની પર ભાગ્યે જ કોઈનું ધ્યાન જાય છે. આઇપીએલના ઇતિહાસમાં મુંબઈ અને ચેન્નાઈ આ બે ટીમ એવી છે જે છ છ વખત પોઇન્ટ ટેબલમાં મોખરે રહી છે. મુંબઈની ટીમ 2010, 2013, 2015, 2017, 2019 અને 2020માં મોખરાના બે ક્રમે રહી છે. આવી જ રીતે ચેન્નાઈની ટીમ 2009, 2011, 2013, 2015, 2018 અને 2019માં મોખરાના બે ક્રમે રહી છે. આઇપીએલની 13 સિઝનમાંથી બે સિઝનમાં તો ચેન્નાઈની ટીમને સસ્પેન્ડ કરાઈ હતી. આમ તે કુલ મળીને 11 સિઝનમાંથી છ વખત મોખરાના બે ક્રમે રહેલી છે.

2016 ગુજરાત લાયન્સ અને બેંગલોર

દરેક સિઝનમાં મોખરે રહેલી બે ટીમ આ મુજબ છે. 2008 રાજસ્થાન અને પંજાબ. 2009 દિલ્હી અને ચેન્નાઈ, 2010 મુંબઈ અન દિલ્હી. 2011 બેંગલોર અને ચેન્નાઈ. 2012 દિલ્હી અને કોલકાતા. 2013 ચેન્નાઈ અને મુંબઈ, 2014 પંજાબ અને કોલકાતા. 2015 ચેન્નાઈ અને મુંબઈ. 2016 ગુજરાત લાયન્સ અને બેંગલોર. 2017 મુંબઈ અને પૂણે. 2018 હૈદરાબાદ અને ચેન્નાઈ. 2019 મુંબઈ અને ચેન્નાઈ. 2020 મુંબઈ અને દિલ્હી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વોરેન બફેટ, જોફ બેજોસ કે બિલ ગેટ્સ નહીં આ ભારતીય છે વિશ્વના સૌથી મોટા દાનવીર, 102 અબજ ડોલર કરી દીધા દાન

Damini Patel

ભાજપે ભાવ ના આપતાં ચિરાગ તેજસ્વી સાથે જશે, કાઢ્યો બળાપો કે હનુમાન સાથે અન્યાય ત્યારે રામ ચૂપ

Bansari

ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ-ડિઝલ ખરીદવા પર આપી રહ્યું છે ‘કેશબેક’, પેટ્રોલ પમ્પ પર આ રીતે મળશે ફાયદો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!