GSTV

IPL-2020: ચેન્નાઈએ નિરાશ કર્યા: રાહુલ ત્રિપાઠીની કમાલ, કોલકાતાનો શાનદાર વિજય

Last Updated on October 8, 2020 by pratik shah

IPL-2020: ઓપનર રાહલુ ત્રિપાઠીની શાનદાર અડધી સદી ઉપરાંત બ્રાવો સહિતના બોલર્સની કમાલથી કોલરાતા નાઇટ રાઇડર્સે બુધવારે રમાયેલી આઇપીએલની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ સામે 10 રનથી વિજય હાંસલ કર્યો હતો. બે દિવસ અગાઉ કિંગ્સ ઇલેવન પંજાબ સામે દસ વિકેટે જીતનારી ચેન્નાઈની ટીમ આ મેચમાં 168 રનના ટારગેટ સામે લાચાર બની ગઈ હતી. શેન વોટ્સને 40 બોલમાં 50 રન ફટકાર્યા હતા.

IPL-2020 - Chennai Super Kings

કોલકાતા સામે ચેન્નાઇ હાર્યું

IPL-2020ની બુધવારની મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને  20 ઓવરને અંતે 167 રન નોંધાવ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં પાંચ વિકેટે 157 રન નોંધાવ્યા હતા.

રાહુલ ત્રિપાઠીના 81 રન

કોલકાતા માટે ઓપનર રાહુલ ત્રિપાઠીએ શાનદાર બેટિંગ કરી હતી. તેણે 17મી ઓવરમાં આઉટ થતાં અગાઉ 81 રન ફટકાર્યા હતા. 51 બોલની ઇનિંગ્સમાં તેણે ત્રણ સિક્સર ઉપરાંત આઠ બાઉન્ડ્રી ફટકારી હતી. કોલકાતાના 140 રનમાંથી રાહુલ ત્રિપાઠીના એકલાના જ 81  રન હતા. જોકે તેના સિવાયના બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા. શુભમન ગિલ આજે માત્ર 11 રન કરી શક્યો હતો તો નીતિશ રાણા નવ, સુનીલ નારાયણ 17, ઓઇન મોર્ગન સાત, આક્રમક બેટસમેન આન્દ્રે રસેલ માત્ર બે અને કેપ્ટન દિનેશ કાર્તિક 12 રનના સામાન્ય સ્કોરે આઉટ થયા હતા. આ સંજોગોમાં રાહુલ ત્રિપાઠીની ઇનિંગ્સ વધુ મહત્વની બની ગઈ હતી.

બ્રાવોએ IPLની 150 વિકેટ પૂર્ણ કરી

ચેન્નાઈ માટે ડ્વેઇન બ્રાવો, સેમ કરન અને કર્ણ શર્મા સફળ રહ્યા હતા. IPL-2020 સિઝનમાં પહેલીવાર રમી રહેલા કર્ણ શર્માએ રાણા અને નારાયણની બે મહત્વની વિકેટ લીધી હતી તો બ્રાવોએ આજની ત્રણ વિકેટ સાથે આઇપીએલમાં પોતાની 150 વિકેટ પૂરી કરી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

રેલ્વેનો મહત્વનો નિર્ણય! જો તમે ઉંચા અવાજે મ્યુઝીક સાંભળ્યું કે ઘોંઘાટ કર્યો તો થશે કાર્યવાહી, ગ્રુપમાં મુસાફરી કરનાર યાત્રીઓ માટે પણ નવા નિયમો

pratik shah

UP Opinion Polls / ભાજપ અને સપા વચ્ચે જબરદસ્ત ટક્કર, કોણ મારશે બાજી? જાણો યુપીના 11 લાખ લોકોએ શું આપ્યો જવાબ

GSTV Web Desk

UP ચૂંટણી! શું ભાજપ આવશે કે જશે? મત વિસ્તારના લોકોનો રોષ જોઈને ભાગવું પડ્યું નેતાને! હાથ જોડીને કારમાં બેસીને થયા પલાયન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!