GSTV

IPL/કેએલ રાહુલની તોફાની સદીમાં ઉડી કોહલી સેના, 97 રને મળ્યો મોટો પરાજય

રાહુલ

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી IPLના મુકાબલામાં કિંગ્ઝ ઈલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 97 રનથી હરાવી દીધી છે. આ સાથે જ પંજાબે એક હાર બાદ સીઝનમાં પહેલી અને દમદાર જીત મેળવી છે. કિંગ્સ ઇલેવનએ સુકાની કેએલ રાહુલની અણનમ 132 રનની મદદથી ત્રણ વિકેટે 206 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રોયલ ચેલેન્જર્સની ટીમ 17 ઓવરમાં 109 રન બનાવી આઉટ થઈ ગઈ હતી.

રાહુલની ધમાકેદાર ઇનિંગ, 14 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા

ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમના કપ્તાન કેએલ રાહુલની ધમાકેદાર 132 રનની ઈનિંગની મદદથી 20 ઓવરમાં 3 વિકેટ પર 206 રન બનાવ્યા. કેએલ રાહુલે આ ધુંઆધાર પારીમાં 14 ચોગ્ગા અને 7 છગ્ગા લગાવ્યા અને બેંગલુરુની સામે 207 રનનો લક્ષ્ય મુક્યો જેના જવાબમાં બેંગલુરુની ટીમ કેએલ રાહુલના સ્કોરને પણ પાર કરી શકી નહી અને 109 રન પર સમેટાઈ ગઈ.

કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન કેએલ રાહુલે 128 રન બનાવ્યા હતા. જ્યારે આરસીબીની આખી ટીમ કેએલ રાહુલના સ્કોરને પણ પાર કરી શકી નહીં. આરસીબીની આખી ટીમ થઈને 109 રન બનાવી શકી અને 17 ઓવરમાં જ આઉટ થઈ ગઈ.

રાહુલે 69 બોલમાં અણનમ 132 રન બનાવ્યા, જે તેની કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર પણ છે. તેણે તેની ઇનિંગ્સમાં 14 ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા હતા. તેનો સ્કોર IPLમાં પણ ભારતીય ખેલાડીનો આ સર્વોચ્ચ સ્કોર છે. અગાઉનો આ રેકોર્ડ ઋષભ પંતના નામે હતો, જેણે અણનમ 128 રન બનાવ્યા હતા.

રાહુલને બે વાર મળેલું જીવનદાન બેંગલુરુને પડ્યું મોંઘું

17મી ઓવરમાં સ્ટેનના બોલ પર તેમણે ડીપ મિડવિકેટ પર સિક્સ લગાવ્યા બાદ તે પછીના બોલમાં કોહલી કેચ ચુકી ગયો અને રાહુલને 83 રનના સ્કોર પર જીવનદાન મળ્યું. જે બાદ કોહલીએ 90 રનના સ્કોર પર નવદીપ સૈનીના બોલ પર ફરીવાર કેચ છોડ્યો અને રાહુલને આ બીજીવાર મળેલું જીવનદાન બેંગલુરુને ખુબ મોંઘું પડ્યું.

Read Also

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!