GSTV

IPL 2020 : કલકતાને મળી પહેલી જીત, હૈદરાબાદને આપ્યો 7 વિકેટથી પરાજય

શનિવારે શેખ જાયેદ સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે કલકત્તા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 142 રન બનાવ્યા. જે બાદ 143 રનના લક્ષનો પીછો કરવા ઉતરેલે કલકત્તાની ટીમે શુભમન ગિલની તોફાની બેટિંગની મદદથી 7 વિકેટે જીત મેળવી લીધી. કલકત્તાની આ સિઝનની પહેલી જીત છે. જ્યારે હૈદરાબાદની આ સતત બીજી હાર છે. કલકત્તાએ 3 વિકેટ ગુમાવ્યા બાદ શુભમન ગિલ અને ઈયોન મોર્ગને ઈનિંગ સંભાળી અને 92 રનોની ભાગીદારી કરી ટીમને જીત અપાવી. શુભમન ગિલે અણનમ 70 રન બનાવ્યા અને મોર્ગને અણનમ 42 રન બનાવ્યા.

કલકતાની આક્રમક બોલિંગ સામે હૈદરાબાદના બેટ્સમેનો ઘુંટણિયે

હૈદરાબાદે ટૉસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી પરંતુ કલકત્તાની આક્રમક બોલિંગ સામે હૈદરાબાદના બેટ્સમેન ઘુંટણિયે થયા. હૈદરાબાદના બેટ્સમેનો 17 ઓવર સુધીમાં 7ની રન રેટ પણ મેળવી શક્યા નથી. આ કારણ કલકત્તાએ હૈદરાબાદની રનોની રફ્તારને 142 રન પર જ અટકાવી દીધી. હૈદરાબાદ માટે મનીષ પાંડેએ 38 બોલમાં 51 રન બનાવ્યા. તેની ઈનિંગમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ છે. રિદ્ધિમાન સાહાએ 31 બોલમાં 1 ચોગ્ગો અને 1 છગ્ગાની મદદથી 30 રન બનાવ્યા.

મોર્ગન અને ગિલે કલકતાની બાજી સંભાળી

143 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કલકત્તની શરૂઆત ખુબ જ ખરાબ રહી, સુનિલ નરેન ખાતુ ખોલ્યા વિના જ આઉટ થયો. તેમણે ખલીલ અહમદે વોર્નરના હાથે કેચ કરાવ્યો. જે બાદ નીતીશ રાણા અને શુભમન ગિલે મળીને બાજી સંભાળી પરંતુ થોડી વાર બાદ નીતીશ રાણા પણ આઉટ થયો. રાણાએ 13 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 26 રન બનાવ્યા. જે બાદ કપ્તાન દિનેશ કાર્તિક આવ્યો પરંતુ તેઓ પણ ખાતું ખોલ્યા વિના આઉટ થયાં. જે બાદ મોર્ગન અને ગિલે કલકતાની બાજી સંભાળી લીધી.

Related posts

પેટા ચૂંટણી અને પક્ષપલટો કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની થઈ અરજી

Nilesh Jethva

IPL-2020 : સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 88 રને હરાવ્યું, રાશિદ ખાનની 3 વિકેટ

Nilesh Jethva

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!