GSTV

મોર્ગન અને કોહલીનો એક સૂર, બંનેને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવી હતી, મોર્ગન પસ્તાયો

Last Updated on October 22, 2020 by Mansi Patel

આઇપીએલમાં બુધવારે રમાયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સનો દેખાવ અત્યંત કંગાળ રહ્યો હતો. કોલકાતાએ પહેલા બેટિંગ કરીને 84 રન નોંધાવ્યા હતા. આવા કંગાળ સ્કોરને કારણે તેનો આઠ વિકેટે પરાજય થયો હતો કેમ કે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 14મી ઓવરમાં જ આ ટારગેટ વટાવી દીધો હતો. જોકે મેચ બાદ બંને કેપ્ટને કબૂલ્યું હતું કે તેઓ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા માગતા હતા. ફરક એટલો હતો કે કોલકાતાનો કેપ્ટન ઓઇન મોર્ગન પસ્તાયો હતો તો કોહલી ખુશ થયો હતો.

હકીકતમાં  મેચ બાદ મોર્ગને કહ્યું હતું કે તેણે પહેલા બેટિંગ તો લીધી પરંતુ તે તેની ભૂલ હતી અને તેને બદલે બોલિંગ લીધી હોત તો મેચનું પરિણામ કાંઈક અલગ જ આવ્યું હોત. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હાર્યા બાદ કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન મોર્ગને ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાના નિર્ણય અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેણે પહેલા બોલિંગ કરવી જોઈતી હતી.

મેચ બાદ મોર્ગને કહ્યું, ‘મને લાગે છે કે આની શરૂઆત બેટિંગથી થઈ હતી. અમે જેટલી જલ્દી અમારી ચાર-પાંચ વિકેટો ગુમાવી દીધી હતી તે નિરાશાજનક હતું. બેંગ્લોરે સારી બોલિંગ કરી હતી પરંતુ અમે તેમને સારી રીતે રમી શક્યા હોત. ઝાકળ હોવાના કારણે અમારે પ્રથમ બોલિંગ કરવાની જરૂર હતી.

બીજી તરફ વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે અમારે પહેલા બેટિંગ જ કરવી હતી પરંતુ ટોસ હારવાને કારણે નિર્ણય અમારા હાથમાં ન હતો. જોકે આ રાહતની બાબત છે કેમ કે જો અમે પહેલા બેટિંગ કરી હોત તો કદાચ અમારી પણ આવી જ હાલત થઈ હોત. કોલકાતાની ટીમમાં ન તો આન્દ્રે રસેલ હતો કે ન તો સુનીલ નારાયણ હતો. આ બંને અંગે મોર્ગને કહ્યું, ‘આશા છે કે  રસેલ અને નરેન ફિટ હશે અને પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. શ્રેષ્ઠ ક્ષમતાવાળા બંને મહાન ખેલાડીઓ અને તેઓ બંને ઓલરાઉન્ડર પણ છે તેમની ગેરહાજરીએ અમારા ખૂબ મોટી ખોટ બરોબર છે.’

READ ALSO

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Antique coins / 1 રૂપિયાના સિક્કા માટે મળશે 20 લાખ… શું તમારી પાસે આ 3 પ્રકારના સિક્કા છે?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!