GSTV
Gujarat Government Advertisement

IPL 2020 FINAL: આજે મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાશે ફાઈનલ મેચ, જાણો એકબીજા સાથેનાં મુકાબલામાં કોનું પલડું ભારે

Last Updated on November 10, 2020 by Mansi Patel

આઇપીએલની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટની આ સિઝન તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. 2020ની સિઝનની ફાઇનલ મંગળવારે દુબઈ ખાતે રમાશે જેમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. એક તરફ મુંબઈ ઇન્ડિયન્સ આઇપીએલમાં ચાર ટાઇટલ જીતી ચૂકી છે તો બીજી તરફ દિલ્હી કેપિટલ્સ પહેલી વાર ફાઇનલ મેચ રમી રહી છે. હવે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ પર મંગળવારે રાત્રે બંનેના ભાગ્યનો નિર્ણય થશે.

મુંબઈ ઇન્ડિયન્સે આ સિઝનમાં જોરદાર દેખાવ કરેલો છે. તેણે 14 મેચમાંથી નવ મેચ જીતી હતી અને પોઇન્ટ ટેબલમાં મોખરે રહી હતી. ત્યાર બાદ ક્વોલિફાયરમાં પણ મુંબઈની ટીમે શાનદાર દેખાવ કરીને દિલ્હીને 57 રનથી હરાવ્યું હતું. આમ આ ટુર્નામેન્ટમાં તેણે દસ વિજય હાંસલ કર્યા છે. હવે ફરીથી તેનો મુકાબલો દિલ્હી સામે જ થઈ રહ્યો છે.

આ સિઝનમાં દિલ્હીનું પ્રદર્શન પણ સારું રહ્યું છે. ક્વોલિફાયરમાં તેનો પરાજય થયો હતો પરંતુ ત્યાર બાદ સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને તેણે ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. મુંબઈ અને દિલ્હીના આંકડા પર નજર કરીએ તો મુંબઈનું પલ્લું ભારે છે.

આઇપીએલમાં મુંબઈ અને દિલ્હી વચ્ચે 27 મેચ રમાઈ છે જેમાંથી મુંબઈએ 15 મેચ જીતી છે જ્યારે દિલ્હીના ભાગે 12 મેચ આવી હતી. બંને વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ મેચમાંથી ચાર મેચમાં મુંબઈનો વિજય થયો છે. આ સિઝનમાં બંને વચ્ચે બે લીગ મેચ રમાઈ અને ત્યાર બાદ ક્વોલિફાયર મેચ રમાઈ. આમ કુલ ત્રણ મેચ રમાઈ અને તમામમાં મુંબઈનો વિજય થયો હતો. દુબઈના મેદાન પર મુંબઈની ટીમ નવ મેચમાંથી છ મેચ જીતી છે તો દિલ્હીએ છ મેચમાંથી માત્ર બે જ મેચ જીતી છે જ્યારે ચાર મેચમાં તેનો પરાજય થયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખાસ વાંચો / બ્લેક ફંગસ અથવા મ્યુકરમાઇકોસિસથી બચવા માટે શું કરવું અને શું ના કરવું? જાણો સરકારે શું કહ્યું

Bansari

પ્રિમોન્સૂન તૈયારી: રાજ્યમાં ચોમાસાની સ્થિતીને પહોંચી વળવા સતર્કતા, તમામ જિલ્લામાં કરાશે આ કામ

Pravin Makwana

ધારિયાથી પત્નિનું ગળુ કાપી જંગલમાં અલગ અલગ જગ્યાએ ટુકડા સંતાડ્યા, આડા સંબંધને લઈને પતિએ કરી નાખી હત્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!