GSTV

IPL 2020: 7માં પરાજય બાદ ધોનીની આંખો ખૂલી, આગળની રણનીતિનો કર્યો ખુલાસો

Last Updated on October 20, 2020 by Ankita Trada

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ IPLની 13મી સિઝનમાં 7મી હાર બાદ કહ્યું હતું કે, તેમની ટીમે પરિણામને બદલે પ્રક્રિયા પર ધ્યાન આપવાની જરૂર છે અને તે માટે તેઓએ આગામી મેચોમાં નક્કર પગલા લેવા પડશે.

આ લક્ષ્ય હાંસલ કર્યું હતું

ચેન્નાઈની ટીમ રાજસ્થાન રોયલ્સ સામે પહેલા બેટિંગ કરવા આવી હતી અને પાંચ વિકેટ ગુમાવીને માત્ર 125 રન જ બનાવી શકી હતી. જેના જવાબમાં રોયલ્સે ત્રણ વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સના દસ મેચમાંથી માત્ર છ પોઇન્ટ છે અને તે આઈપીએલમાં પ્રથમ વખત પ્લે ઓફમાં નહીં પહોંચી શકે તેવી સંભાવના છે.

રિણામ એ પ્રક્રિયાનું પરિણામ

ધોનીએ મેચ બાદ કહ્યું હતું કે પરિણામ હંમેશાં તમારી તરફેણમાં નથી આવતું. અમારે જોવું પડશે કે પ્રક્રિયા તો ખોટી નથી ને. પરિણામ એ પ્રક્રિયાનું પરિણામ હોય છે. સત્ય એ છે કે જો તમે પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરશો, તો પરિણામ વિશે ટીમ પર કોઈ દબાણ રહેતું નથી. અમે તેની પર કામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’

ઝડપી બોલરોને થોડી મદદ મળી

ધોનીએ વધુમાં કહ્યું, ‘ઝડપી બોલરોને થોડી મદદ મળી રહી હતી. તેથી મેં તે જાણવા માટે કે બોલ કેટલો રોકાઈને બેટ સુધી આવે છે તે માટે જાડેજાને વચ્ચે એક ઓવર આપી હતી. આ પ્રથમ ઇનિંગ્સ જેવું નહોતું, તેથી મેં ઝડપી બોલરોને વધુ ઓવર આપી. મને નથી લાગતું કે સ્પિનરોને ઘણી મદદ મળી રહી હતી.’ જોકે ધોની વારંવાર પ્રક્રિયાનો ઉલ્લેખ કરી રહ્યો છે તે વિશે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને તામિલનાડુના આખાબોલા ક્રિષ્ણામાચારી શ્રીકાન્તે જણાવ્યું હતું કે આ પ્રક્રિયા, પ્રક્રિયા કર્યે રાખવાનો કોઈ અર્થ નથી. પરિણામ આવવું જોઇએ.

READ ALSO

Related posts

Human Life: માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધી જ જીવી શકે, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં બતાવ્યું તેની સત્યતાનું કારણ

Harshad Patel

ED એક્શન મોડમાં: યસ બેંક ફ્રોડ મામલે અવનથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની મની લોન્ડરિંગ કેસમાં થઈ ધરપકડ

pratik shah

Male contraception: વણજોઈતી પ્રેગ્નન્સીમાં કન્ડોમથી કંટાળેલા પુરુષો માટે નવો વિકલ્પ, નવા ગર્ભનિરોધકથી જ સ્પર્મનો થશે કન્ટ્રોલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!