GSTV

ઘરડી થઈ ગઈ છે ધોનીની ટીમ, ચેન્નાઈના પ્લે ઓફની આશા ખતમ થયાનો આ દિગ્ગજે આપ્યો અભિપ્રાય

આઇપીએલની આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની પ્લે ઓફમાં પ્રવેશવાની આશા ખતમ થઈ ગઈ છે. શુક્રવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે તેનો આઠ વિકેટે કારમો પરાજય થયો હતો. ચેન્નાઈની ટીમ 114 રન કરી શકી હતી અને આ સ્કોર મુંબઈએ માત્ર 12.3 ઓવરમાં જ વટાવી દીધો હતો. આમ મુંબઈના નેટ રનરેટમાં પણ ફરક પડી ગયો હતો.

ધોનીની ટીમ પ્લે ઓફમાં પ્રવેશી શકે તેમ નથી

ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર અને એક સમયે ચેન્નાઈની ટીમ માટે રમી ચૂકેલા સ્કોટ સ્ટાઇરિસનું માનવું છે કે ધોનીની ટીમ પ્લે ઓફમાં પ્રવેશી શકે તેમ નથી. તેણે કહ્યું કે માત્ર ગણતરીની રીતે ચેન્નાઈની ટીમ હજી સુધી ટકી રહી છે પરંતુ વાસ્તવિકતા અલગ જ છે. કોચ સ્ટિફન ફ્લેમિંગે પણ આ કબૂલ્યું છે. અમે ત્રણ વર્ષથી આ વાત કરી રહ્યા છીએ. ટીમના ખેલાડીઓની ઉંમર વધી રહી છે. એક રીતે ટીમ ઘરડી બનતી જાય છે.  ટીમનો શ્રેષ્ઠ સમય પૂરો થઈ ગયો છે.

ચેન્નાઈએ ગયા વર્ષે જે પ્રદર્શન કર્યું તેવું આ વર્ષે કરી શકી નથી

તેણે ઉમેર્યું હતું કે આમ થાય ત્યારે ટીમના પ્રદર્શનમાં ખામી જોવા મળતી હોય છે અને ચેન્નાઈ માટે આ એ જ તબક્કો ચાલી રહ્યો છે. મને લાગે છે કે ચેન્નાઈએ ગયા વર્ષે જે પ્રદર્શન કર્યું તેવું આ વર્ષે કરી શકી નથી. ચેન્નાઈના મેચ વિનર હવે ઘરડા થવા લાગ્યા છે. તેઓ ફોર્મમાં નથી. ફાફ ડુ પ્લેસિસ અને દીપક ચાહર સિવાયના ખેલાડીઓમાં સાતત્યનો અભાવ છે. સ્કોટ સ્ટાઇરિસ 2011માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમ્યો હતો. જોકે તેને એ વખતે માત્ર બે જ મેચ રમવાની તક મળી હતી.

READ ALSO

Related posts

આ રહ્યા વિરાટ સેનાના શરમજનક પરાજયના ચાર મોટા કારણો, આઇપીએલના અનુભવો પણ ન આવ્યા કામ

Karan

શરીરના હાડકાઓ માટે ઘાતક છે વજન ઘટાડવાની આ રીત, ભવિષ્યમાં ગંભીર આવી શકે છે તેના પરિણામ

Ankita Trada

રિલાયન્સ જિઓ આ વર્ષે આટલા કરોડ ગ્રાહકોના વધારા સાથે બની માર્કેટ લીડર, વોડાફોન આઈડિયાના 8 કરોડથી વધુ ગ્રાહકો તૂટ્યા

Karan
Do NOT follow this link or you will be banned from the site!