GSTV

IPL 2020 : સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 15 રને હરાવ્યું, રાશિદ ખાનની 3 વિકેટ

સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સને 15 રને હારાવ્યું છે. 162 રનનો પીછો કરવા ઉતરેલી દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. પૃથ્વી શો માત્ર બે ર બનાવી આઉટ થયો હતો.ત્યાર બાદ શિખર ધવન અને શ્રેયસ ઐયરે બાજી શંભાળી હતી. શિખર ધવને 34 અને શ્રેયસ ઐયરે 17 રન બનાવ્યા હતા. જ્યારે ઋિષભ પંતે 28 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ તરફથી રાશિદ ખાને 3 વિકેટ લીધી હતી. દિલ્હીની ટીમ 20 ઓવરના અંતે 147 રન જ બનાવી શકી હતી.

આ પહેલા દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે અબુ ધાબી ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીએ પોતાની ટીમમાં 1 ફેરફાર કર્યો હતો. આવેષ ખાનની જગ્યાએ અનુભવી ઇશાંત શર્માને ટીમમાં જગ્યા મળી હતી. ઇશાંત ઈજાગ્રસ્ત હોવાથી અગાઉની મેચોમાં રમ્યો નહોતો. જયારે હૈદરાબાદે પોતાની ટીમમાં 2 બદલાવ કર્યા છે. મોહમ્મદ નાબી અને રિદ્ધિમાન સાહાની જગ્યાએ કેન વિલિયમ્સન અને અબ્દુલ સમદને ટીમમાં સ્થાન મળ્યું હતું.

સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ સામે અબુ ધાબી ખાતે 20 ઓવરમાં 4 વિકેટે 162 રન કર્યા હતા. તેમના માટે ડેવિડ વોર્નર (45) અને જોની બેરસ્ટો (53)એ પ્રથમ વિકેટ માટે 77 રન કરીને ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. તેમના સિવાય કેન વિલિયમ્સને 26 બોલમાં 41 રનનું યોગદાન આપ્યું. દિલ્હી માટે અમિત મિશ્રા અને કગીસો રબાડાએ 2-2 વિકેટ લીધી. ​

દિલ્હીની પ્લેઈંગ 11: શ્રેયસ ઐયર (કેપ્ટન), શિખર ધવન, પૃથ્વી શો, શિમરોન હેટમાયર, ઋષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, માર્કસ સ્ટોઈનિસ, અમિત મિશ્રા, કગીસો રબાડા, એનરિચ નોર્ટજે અને ઇશાંત શર્મા

હૈદરાબાદની પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેરસ્ટો (વિકેટકીપર), કેન વિલિયમ્સન, મનીષ પાંડે, અબ્દુલ સમાદ, પ્રિયમ ગર્ગ, અભિષેક શર્મા, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, ખલિલ અહેમદ અને ટી નટરાજન

READ ALSO

Related posts

દશેરા રેલીમાં ગરજ્યા ઉદ્ધવ ઠાકરે: ભારતમાં ક્યાંય PoK છે તો તે પીએમ મોદીની નિષ્ફળતા

pratik shah

IPL 2020/ બેન સ્ટોક્સની આઈપીએલમાં બીજી સદી, રાજસ્થાને મુંબઈને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

મોટા સમાચાર/ 5 નવેમ્બરના રોજ રમાશે IPL 2020ની પ્લે ઓફ મેચ, BCCIએ જાહેર કર્યુ શિડ્યૂલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!