GSTV

IPL 2020: મયંક અગ્રવાલની 89 રનની ઇનિંગ્સ એળે ગઈ, સુપર ઓવરમાં દિલ્હીએ બાજી પલટી નાખી

મયંક

Last Updated on September 21, 2020 by Bansari

આઇપીએલની (IPL) 13મી સિઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ ટાઈ રહી હતી. ત્યાર બાદ સુપર ઓવર રમાઈ જેમાં દિલ્હીની ટીમે બાજી મારી લીધી હતી. આ મેચમાં પંજાબનો વિજય નિશ્ચિત જણાતો હતો પરંતુ છેલ્લી ઓવરના પાંચમા બોલે મયંક અગ્રવાલ 89 રનના સ્કોરે આઉટ થયો અને મેચનુ પાસું પલટાઈ ગયું હતું.

દિલ્હી કેપિટલ્સે પંજાબને આપ્યો 158 રનનો ટાર્ગેટ

દિલ્હી કેપિટલ્સે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં આઠ વિકેટે 157 રન નોંધાવ્યા હતા. આમ કિંગ્સ ઇલેવન પંજાબને 158 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ટીમે 20 ઓવરને અંતે આઠ વિકેટે 157 રન કર્યા હતા. આમ બંને ટીંમન સ્કોર સમાન રહ્યો હતો અને મેચ ટાઈ થઈ ગઈ હતી. સુપર ઓવરમાં પંજાબ માત્ર બે જ રન કરી શક્યું હતું.

મયંક અગ્રવાલની ફટકાબાજી છતાં પંજાબની હાર

દિલ્હીએ ત્રણ રનનો આસાન ટારગેટ તો હાંસલ કરી લીધો અને પંજાબની હાર થઈ ગઈ. મયંક અગ્રવાલે 60 બોલમાં 89 રન ફટકાર્યા હતા. તેણે સાત ચોગ્ગા અને ચાર સિક્સર પણ ફટકારી હતી. કેગિસો રબાડા, અશ્વિન અને સ્ટોઇનિસે બે બે વિકેટ લીધી હતી.
અગાઉ દિલ્હીના ઓલરાઉન્ડર સ્ટોઇનિસે ઝંઝાવાતી બેટિંગ કરીને માત્ર 20 બોલમાં જ અડધી સદી પૂરી કરી દીધી હતી. તેણે 21 બોલમાં 53 રન ફટકારીને છેલ્લી ઓવરમાં આઉટ થયો હતો.

સ્ટોઇનિસે ક્રિસ જોર્ડન પર પ્રહાર કર્યા હતા. તેણે ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોર્ડનની બોલિંગમાં ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે જોર્ડનની એક જ ઓવરમાં 30 રન ફટકારી દીધા હતા.

Read Also

Related posts

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari

થઇ ગઇ મોટી ભવિષ્યવાણી! ભારતનો આ ધાકડ બોલર મચાવશે તરખાટ, બનાવશે 1000 ટેસ્ટ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ

Bansari

ટિપ્સ/ કોરોનાથી રિકવર થયા બાદ આખરે શા માટે ખરે છે વાળ? જાણો આ સમસ્યામાંથી કેવી રીતે મેળવશો છૂટકારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!