GSTV
Cricket Sports Trending

IPL/ ડેવિડ વોર્નરની બર્થ ડે ગિફ્ટ, ઝંઝાવાતી બેટિંગ, હૈદરાબાદને પ્લે ઓફની રેસ જીવંત રાખી

વોર્નર

ઓપનર ડેવિડ વોર્નર અને રિદ્ધિમાન સહાએ અત્યંત ઝંઝાવાતી બેટિંગ કરતાં સનરાઇઝર્સ હૈદરાબાદે વર્તમાન આઇપીએલ ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફરી એક વાર પરિસ્થિતિ પલટી નાખી છે. મંગળવારે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે હૈદરાબાદનો 88 રનના વિશાળ માર્જીનથી વિજય થયો હતો. આ સાથે પોઇન્ટ ટેબલમાં હૈદરાબાદે છલાંગ લગાવી છે તો સાથે સાથે દિલ્હી કેપિટલ્સની આગેકૂચ કમસે કમ હાલ પૂરતી તો અટકી ગઈ છે. દિલ્હી અત્યારે 14 પોઇન્ટ ધરાવે છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની અત્યંત આક્રમક બેટિંગ

મંગળવારે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે અત્યંત આક્રમક બેટિંગ કરી હતી. તેણે 20 ઓવરમાં માત્ર બે વિકેટે 219 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 19 ઓવરમાં 131 રન કરી શકી હતી.

હૈદરાબાદે ઝડપી પ્રારંભ કર્યો હતો. પાવર પ્લેમાં જ ડેવિડ વોર્નરે એકલાએ જ અડધી સદી ફટકારી દીધી હતી. પહેલી છ ઓવર પૂરી થઈ ત્યારે વોર્નર 54 રન સાથે રમતો હતો. તેણે અને રિદ્ધિમાન સહાએ 9.4 ઓવરમાં જ 107 રન ફટકારી દીધા હતા. વોર્નરે માત્ર 34 બોલમાં 66 રન ફટકાર્યા હતા તો સહાએ 25 બોલમાં 87 રન ફટકાર્યા હતા. બંને બેટ્સમેને બે બે સિકસર ફટકારી હતી.

રબાડા મોંઘો બોલર પુરવાર થયો

વોર્નર

કેગિસો રબાડા દિલ્હીનો સૌથી મોંઘો બોલર પુરવાર થયો હતો. આ સિરીઝમાં સૌથી વધારે વિકેટ લેનારો રબાડા સળંગ 25 મેચ બાદ પહેલી વાર વિકેટ વિના પરત ફર્યો હતો. તેણે ચાર ઓવરમાં 54 રન આપ્યા હતા. 220 રનના ટારગેટ સામે રમતી દિલ્હીની ટીમ માટે અજિંક્ય રહાણેએ 19 બોલમાં 26 રન ફટકાર્યા હતા. જ્યારે રિશભ પંતે આક્રમક 36 રન ફટકાર્યા હતા પરંતુ તેનાથી મેચના પરિણામ પર ખાસ અસર પડી ન હતી.

Read Also

Related posts

મંદીના એંઘાણ/ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી ટાળવા માટેના પ્રયાસો અપુરતા, IMFએ USનો વૃદ્ધિ દર ઘટાડ્યો

Hardik Hingu

અહીં મંદિરના પ્રસાદમાં મળે છે સેન્ડવીચ અને બર્ગર, લાડુને બદલે મળે છે ચાઉમીન…

GSTV Web Desk

ફ્રાન્સમાં 25 ટકા લોકો બહેરાશનો શિકાર, હેડફોનનો ઉપયોગ કરો છો તો જરૂર વાંચો આ સ્ટડી

GSTV Web Desk
GSTV