GSTV

IPL 2020: SRHનો ચોંકાવનારો નિર્ણય, વિલિયમસનને કેપ્ટન પદેથી હટાવી આ ખેલાડીને સોંપી ટીમની કમાન

આઇપીએલ 2020ની સીઝન શરૂ થતા પહેલાં જ સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે ચોંકાવનારો નિર્ણય લીધો છે. હૈદરાબાદના કેન વિલિયમસનને કેપ્ટનપદેથી હટાવીને નવા ખેલાડીને ટીમની કેપ્ટન્સી સોંપવામાં આવી છે. સનરાઇઝર્સ હૈદરાબાદે 13મી સીઝન માટે વોર્નરને ટીમની કમાન સોંપી છે. વિલિયમસને ગત બે સીઝનમા ટીમની કેપ્ટન્સી કરી હતી. 2018માં તેની કેપ્ટન્સીમાં ટીમ ફાઇનલ સુધી પહોચી હતી.

કોને સોંપાઇ ટીમની કમાન

વોર્નર પર બોલ ટમ્પરિંગની ઘટના બાદ એક વર્ષનો પ્રતિબંધ મુકાયો હતો. આ પ્રતિબંધના કારણે જ તે 2018ના આઇપીએલ સત્રમાં સામેલ થઇ શક્યો ન હતો. તેની ગેરહાજરીમાં જ કેન વિલિયમસનને સનરાઇઝર્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. 2019માં વોર્નર વિલિયમસનની કેપ્ટન્સીમાં જ રમ્યો હતો.

વોર્નરે શેર કર્યો વીડિયો

કેપ્ટન બનાવવામાં આવ્યા બાદ ડેવિડ વોર્નરે એક વીડિયો શેર કરી ટીમ મેનેજમેન્ટનો આભાર માન્યો છે. તેણે કહ્યું કે આઇપીએલ 2020 માટે કેપ્ટન્સી મળવા પર હું ખૂબ જ ઉત્સાહિત છું. હું આ વાત માટે આભારી છું કે મને ફરી એકવાર ટીમની કેપ્ટન્સી કરવાની તક મળી છે.

વોર્નરે આ ઉપરાંત કેન વિલિમસન અને ભુવનેશ્વર કુમારનો પણ આભાર માન્યો. તેણે કહ્યું કે જે રીતે વિલિયમસન અને ભુવનેશ્વરે ગત બે વર્ષમાં ટીમની કમાન સંભાળી છે તેના માટે હું બંનેનો આભારી છું. તેણે પોતાના વીડિયોમાં કહ્યું કે તમે ઉમદા કામ કર્યુ, હું ઇચ્છુ છુ કે તમે કેપ્ટન્સી દરમિયાન પણ મારી મદદ કરો. મને તમારા સહયોગની જરૂર પડશે. હું આ વખતે ટ્રોફી જીતવા માટે પૂરતો પ્રયાસ કરીશ.

જણાવી દઇએ કે આઇપીએલની 13મી સીઝનની શરૂઆત 29 માર્ચે થશે. પહેલી મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે વાનખેડે ખાતે રમાશે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પોતાના અભિયાનની શરૂઆત એક એપ્રિલથી મુંબઇ ઇન્ડિયન્સ સામે કરશે.

Read Also

Related posts

દેશભરમાં જ્યાં સૌથી વધારે કેસો છે એ મહારાષ્ટ્રના મુંબઈના ચાર તબીબોનો રિપોર્ટ Corona પોઝિટીવ

Bansari

પ્રિન્સ હેરી-મર્કેલ કેનાડાથી US શિફ્ટ થયાં, શાહી યુગલના સુરક્ષા ખર્ચ મામલે અમેરિકાએ કર્યો આ ખુલાસો

pratik shah

Coronaનો ડર : એક, બે નહીં ચાર વાર કરાયો રિપોર્ટ , રિઝલ્ટ એક જ કોરોના પોઝિટીવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!