GSTV
Gujarat Government Advertisement

IPL 2020 માટે કોમેન્ટરી પેનલની જાહેરાત, જાણો સંપૂર્ણ યાદી

Last Updated on September 16, 2020 by Mansi Patel

આઈપીએલ 2020ના સત્તાવાર બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા કોમેન્ટરી પેનલ માટે કોમેન્ટેટરની યાદી જાહેર કરવામાં આવી છે.  આ વખતે આઇપીએલ મેચોમાં હિન્દી, અંગ્રેજી અને ઘણી ભાષાઓમાં કોમેન્ટરી કરવામાં આવશે. આ માટે ઘણી રમતોના દિગ્ગજોને વિવિધ ભાષાઓની કોમેન્ટરી પેનલમાં સામેલ  કરવામાં આવ્યા છે. આઈપીએલ 2020ની કોમેન્ટરી પેનલમાં સંજય માંજરેકરનું નામ નથી. આઈપીએલનો પ્રારંભ 19મી સપ્ટેમ્બરથી થશે. આ વખતે આઈપીએલની મેચ ભારતના સમય અનુસાર 7.30થી જ્યારે બપોરની મેચ 3.30થી રમાશે. આઈપીએલના શિડયુલ મુજબ આ વખતે 10 ડબલ હેડર મેચ રમાશે. પ્લેઓફસ અને ફાઇનલ્સનું શિડ્યુલ હજી જાહેર કરવામાં આવ્યું નથી.

કોરોના વાયરસને કારણે આઈપીએલ ભારતની બહાર રમશે. આ અગાઉ 2014માં યુએઈમાં કેટલીક આઈપીએલની મેચો યોજવામાં આવી હતી. કોરોના યુગ પહેલા બીસીસીઆઈ 29 માર્ચથી આઈપીએલ યોજવા માંગતું હતું, પરંતુ રોગચાળાને કારણે તેનો કાર્યક્રમ બદલાઈ ગયો હતો.

અંગ્રેજી કોમેન્ટરી પેનલ

સુનિલ ગાવસ્કર, રોહન ગાવસ્કર, હર્ષા ભોગલે, દીપ દાસગુપ્તા, મુરલી કાર્તિક, માર્ક નિકોલસ, કેવિન પીટરસન, ઇયાન બિશપ, સાઈમન ડૂલ, કુમાર સંગાકરા, જેપી ડ્યુમિની, લિસા સ્થેલાકર, ડેરેન ગંગા, પોમી બાંગવા, માઇકલ સ્લેટર, શિવરામકૃષ્ણન, અંજુમ ચોપરા અને ડેની મોરિસન

હિન્દી કોમેન્ટરી પેનલ

આકાશ ચોપરા, ઇરફાન પઠાણ, આશિષ નેહરા, નિખિલ ચોપરા, જતિન સપ્રુ, અજિત અગરકર, સંજય બાંગર અને કિરણ મોરે.

તમિલ કોમેન્ટરી પેનલ

આર. મુથુરમણ, રાધાકૃષ્ણન શ્રીનિવાસન, બી. બાલકૃષ્ણન, કે.વી. નારાયણન, આરજે બાલાજી, અભિનવ મુકુંદ, એસ. રમેશ, એસ. બદ્રીનાથ, હેમાંગ બદાણી અને કૃષ્ણામાચારી શ્રીકાંત.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારતે કરી તૈયારી/ ચીન સામે મોરચો માંડશે આ અત્યાધુનિક હથિયાર, એન્ટિ ટેન્ક મિસાઈલ અને મશિનગનથી હશે સજ્જ

Pritesh Mehta

ટેલિવિઝન / ‘તારક મહેતા કા ઉલટા ચશમા’ના નટ્ટુ કાકાને થયું કેન્સર, જાણો કેવી છે તેમની તબિયત

Vishvesh Dave

સાવધાન / શું તમે તમારા બેંક સંબંધિત કામ ફોનથી કરો છો? જો જવાબ હાં હોય તો આ ટ્રિકથી રહો સચેત, થઇ શકે છે રૂપિયાની ઉચાપત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!