GSTV

IPL 2020: શા માટે આ સીઝનમાં ટોસ જીતવાથી ડરી રહ્યા છે કેપ્ટન? આ છે મોટુ કારણ

ક્રિકેટના કોઈપણ મેચમાં ટોસ ખુબ જ મુખ્ય હોય છે. હંમેશા કેપ્ટન ટોસ જીતવા માગે છે, જેનાથી તેમના પેટની મિજાનની શરૂઆતી ફાયદો મળી શકે છે, પરંતુ આ વખતે IPL 2020માં એવુ લાગી રહ્યુ છે કે, કેપ્ટન ટોસને લઈને ફંસાઈ ગયા છે. અહીંયા ટોસ જીતવાનો મતલ છે મેચ પહેલા જ હાર નક્કી. આ અમે નહી આંકડાઓ કહી રહ્યા છે. કારણ કે, મેચ દરમિયાન મેચ કેપ્ટન ટોસ જીતી મેચ હારી રહ્યા છે. પરિસ્થિતિ એ છે કે, કેપ્ટન હવે ટોસ જીતવા નહી પણ હારવા માગે છે. અત્યાર સુધી છેલ્લા સાત મેચમાં સતત ટોસ જીતનારી ટીમ હારી રહી છે.

ટોસ હારો, મેચ જીતો

IPLની પ્રથમ મેચને છોડી દઈએ તો, દરેક મેચમાં ટોસ કેપ્ટન માટે ગળાનું હાડકુ બની ગયુ છે. IPL ની અત્યાર સુધી 8 માંથી 7 મેચમાં તે ટીમને જીત મળી છે જે ટોસ હારી ગઈ છે. એટલે કે, આ વખતે IPLમાં ટોસ હારવું શુભ માનવામાં આવે છે. ટોસના ફેરમાં કેપ્ટન ધોનીથી લઈને વિરાટ કોહલી, કેએલ રાહુલ અને ડેવિડ વોર્નર સુધીના દરેક કેપ્ટન ફંસાયેલા છે, પરંતુ ધોની એકવાર પણ નસીબદાર રહ્યા છે. IPLની પહેલી મેચમાં ધોનીએ મુંબઈ ઈન્ડિયન્સ સામે ટોસ જીતીને મેચ જીતી લીધી હતી, પરંતુ ત્યારબાદથી ટોસ દરેક કેપ્ટન માટે આફત લાવી રહ્યું છે. શનિવારે ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ તે પછી પણ તેઓ મેચ હારી ગયા હતા.

ચેજ કરતા સતત હાર

IPL માં અત્યાર સુધી 8 મેચ રમવામાં આવ્યા છે. જેમાથી 6 વખત પહેલા બેટિંગ કરનારી ટીમને જીત મળી છે. 20 સપ્ટેમ્બરને દિલ્હી કેપિટલ્સને કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ સુપર ઓવરમાં જીત મળી હતી. આ મેચમાં પણ દિલ્હીએ પ્રથમ બેટિંગ કરી હતી. IPL ની ત્રીજી મેચમાં RCB એ 10 રનથી જીત મેળવી હતી. ચોથી મેચમાં રાજસ્થાને ચેન્નઈને 16 રનથી હરાવ્યુ હતુ. પાંચમી મેચમાં રોહિત શર્માની ટીમને કેકેઆર વિરુદ્ધ 49 રનથી જીત મળી હતી. છઠ્ઠી મેચમાં કિંગ્સ ઈલેવનને RCB ની વિરુદ્ધ 97 રનથી મોટી જીત મળી હતી. ત્યારબાદ શુક્રવારે દિલ્હીએ ધોનીની ટીમને 44 રનથી ધોઈ નાખી હતી.

READ ALSO

Related posts

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah

હાથરસ ગેંગરેપ કેસ: અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય સીબીઆઈ તપાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah

આ વખતે ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રકિયા માત્ર રહી ગઈ ફોર્માલિટી, ખેડૂતોએ આ કરાણે ન દેખાડ્યો રસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!