GSTV

IPL 2020: જસપ્રિત બુમરાહે જીતી લીધી પર્પલ કેપ, ઓરેન્જ કેપમાં લોકેશ રાહુલ મોખરે

IPL 2020ની સિઝનમાં આ વખતે ઓરેન્જ કેપ અને પર્પલ કેપમાં ખાસ સ્પર્ધા જામતી લાગતી નથી. જોકે આવું શરૂઆતમાં રહ્યું હતું પરંતુ હવે તેમાં ફેરફાર થવા લાગ્યા છે. સિઝનમાં સૌથી વધુ રન ફટકારનારા બેટ્સમેનને ઓરેન્જ કેપ અપાય છે અને તેમાં કિંગ્સ ઇલેવન પંજાબનો લોકેશ રાહુલ મોખરે રહ્યો છે. તે છેલ્લી ઘણી મેચથી આ સ્થાને છે એટલું જ નહીં પરંતુ તેની નજીકમાં પણ કોઈ ફરકતું નથી. રાહુલ હાલમાં 641 રન સાથે મોખરે છે. ત્યાર બાદ બીજા ક્રમે રહેલો ખેલાડી શિખ ધવન છે જે હાલમાં 471 રન ધરાવે છે. આમ રાહુલ કરતાં તેના બીજા ક્રમે રહેલા ખેલાડીના 170 રન પાછળ છે.

કેગિસો રબાડાને પણ મળી ચુકી છે પર્પલ કેપ

જોકે બોલિંગમાં વધારે તીવ્ર હરિફાઈ છે. સાઉથ આફ્રિકન બોલર કેગિસો રબાડા દિલ્હી કેપિટલ્સ માટે રમી રહ્યો છે અને તેણે 23 વિકેટ ઝડપી હતી. તે પણ ઘણા સમયથી પર્પલ કેપ ધરાવતો હતો. હવે મુંબઈ ઇન્ડિયન્સના જસપ્રિત બુમરાહે 23મી વિકેટ ઝડપીને પર્પલ કેપમાં ભાગીદારી નોંધાવી દીધી છે. બંને બોલર હાલમાં 23-23 વિકેટ સાથે મોખરાના સ્થાને આવી ગયા છે.

જસપ્રિત બુમરાહ

ઈકોનોમી રેટમાં બુમરાહ આગળ

જોકે એવરેજ અને ઇકોનોમી રેટની દૃષ્ટિએ બુમરાહ આગળ છે. રબાડાએ 13 મેચમાં 18.04ની સરેરાશ અને 8.19ની ઇકોનોમી રેટથી 23 વિકેટ ખેરવી છે તો બુમરાહે 13 મેચમાં 15.73ની એવરેજથી 6.96ની ઇકોનોમી રેટથી 23 વિકેટ ઝડપી છે. આમ બુમરાહ હાલમાં પર્પલ કેપ સાથે મોખરે પહોંચી ગયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

લોકડાઉન બાદ શરૂ થયેલા ટ્રાન્સપોર્ટ બિઝનેસને કર્ફ્યૂના કારણે લાગ્યું પડ્યા પર પાટુ

Nilesh Jethva

રાજકોટમાં ફરી ખેલાયો ખુની ખેલ : પ્રેમી સાથે લીવ ઈનમાં રહેતી પત્નીને પતિએ ઉતારી મોતને ઘાટ

Nilesh Jethva

દબંગથી અલગ છે ‘રાધે- યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’, ગીત ગાતો પણ જોવા નહીં મળે સલમાન ખાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!