GSTV
Gujarat Government Advertisement

આઇપીએલની આ સિઝનના મોખરાના બોલરમાં રબાડા પછી કોનો ક્રમ આવે છે. કોણ ટક્કર આપી શકે છે

Last Updated on October 28, 2020 by Mansi Patel

આઇપીએલની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ અત્યંત રસપ્રદ તબક્કામાં પહોંચી ગઈ છે. હજી સુધી કોઈ ટીમ વિશે એમ કહી શકાય તેમ નથી કે તેનો પ્લે ઓફમાં પ્રવેશ નિશ્ચિત જ છે. એવામાં આ વખતે આમ તો બેટ્સમેન કમાલ કરી રહ્યા છે તેમ છતાં કેટલાક બોલર્સ એવા છે જે તેમનો પ્રભાવ કાયમ રાખવામાં સફળ રહ્યા છે.

મંગળવારે રમાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચમાં બેટ્સમેનોએ જોરદાર કમાલ કરી હતી. ડેવિડ વોર્નર અને રિદ્ધિમાન સહાએ આક્રમક બેટિંગ કરી હતી પરંતુ અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશીદ  ખાને પણ એવી જ વેધક બોલિંગ કરી હતી. વોર્નર અને સહાએ ટીમનો સ્કોર 219 સુધી પહોંચાડ્યો હતો પરંતુ દિલ્હીની બેટિંગનો ધબડકો તો રાશીદ ખાને જ કર્યો હતો. તેની બોલિંગને કારણે જ હૈદરાબાદની ટીમ 88 રનના વિશાળ અંતરથી મેચ જીતી શકી હતી.

રાશીદ ખાને આ મેચમાં માત્ર સાત રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. આ સાથે તેણે વર્તમાન આઇપીએલમાં પોતાની વિકેટોનો આંક 17 ઉપર પહોંચાડ્યો હતો. આમ તે હૈદરાબાદ માટે સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. જોકે તેની સાથે મુંબઈ ઇન્ડિયન્સનો જસપ્રિત બુમરાહ પણ 17 વિકેટ લઈ ચૂક્યો છે. બુમરાહ બુધવારે બેંગલોર સામે રમશે ત્યારે એક વિકેટ લેશે તો તે રાશીદ ખાનને પાછળ રાખી દેશે.

દિલ્હી કેપિટલ્સનો કેગિસો રબાડા 23 વિકેટ સાથે મોખરાના ક્રમે છે. રબાડાની સૌથી નજીક કિંગ્સ ઇલેવન પંજાબનો મોહમ્મદ શામી 20 વિકેટ લઈને બીજા ક્રમે છે. દિલ્હીએ હરીફની 73 વિકેટ ખેરવી છે જેમાંથી રબાડાના નામે 23 વિકેટ છે તો પંજાબે 69 વિકેટ લીધી છે જેમાંથી શામીને નામે 20 વિકેટ છે. મુંબઈની 66 અને હૈદરાબાદની 66માંથી 17-17 વિકેટ જસપ્રિત બુમરાહ અને રાશીદ ખાને ઝડપી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!