GSTV

IPL 2020 : સટ્ટા બજારમાં આ ટીમો છે જીતવા માટે ફેવરિટ, 4.90 રૂપિયા છે આ ટીમનો ભાવ

Last Updated on September 18, 2020 by Mansi Patel

આઈપીએલની 13મી સીઝન શનિવારે 19સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. તેની સાથે જ સટ્ટા બજારમાં પણ ગરમાવો આવ્યો છે. આ વખતે સટ્ટા બજારમાં વર્તમાન વિજેતા મુંબઈ ઈન્ડિયન્સ પહેલી પસંદ છે. તેના ઉપર 4.90 રૂપિયાનો ભાવ છે. જ્યારે મુંબઈ બાદ સનરાઈઝર્સ હૈદ્રાબાદ છે જેના ઉપર 5.60 રૂપિયાનો ભાવ છે. યુએઈમાં થનારા આઈપીએલ શરૂ થયા પહેલા જ પોલીસ પણ સટ્ટોડીયાઓ ઉપર નજર રાખવા માટે સજ્જ બની છે.

સટોડીયાઓ ઉપર પોલીસની નજર

પોલીસે પોતાની ઈન્ટેલિજન્સવિંગ, ક્રાઈમ બ્રાંચ યુનિટ અને તમામ જિલ્લાના સ્ટેશન હાઉસ ઓફિસને સટોડીયાઓ ઉપર નજર રાખવા માટેના આદેશો આપી દીધા છે અને આ અંગે જાણકારી મેળવવા માટે કહેવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ સટોડીયાઓએ પોલીસની નજરથી દુર રહીને કામ શરૂ કરી દીધું છે. મુંબઈ ઈન્ડિયન્સના પાછલા પ્રદર્શનને જોતા તેમાં રોહિત શર્માને પસંદગીનો ખેલાડી છે.

રાજસ્થાન રોયલ્સ પાસે સૌથી ઓછી આશા

આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની વર્તમાન કિંમત 4.90 રૂપિયા છે. જ્યારે તે બાદ સનરાઈઝર્સ હૈદરાબાદ છે જેની કિંમત 5.60 રૂપિયા છે. તે બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ 5 રૂપિયા, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 6.20 રૂપિયા, દિલ્હી કેપિટલ્સ 6.40 રૂપિયા, કોલકતા નાઈટ રાઈડર્સ 7.80 રૂપિયા, કિંગ્સ ઈલેવન પંજાબ 9.50 રૂપિયા અને રાજસ્થાન રોયલ્ય 10 રૂપિયા છે.

ટૂર્નામેન્ટ રદ્દ થવાથી લાગી શકે છે મોટો ઝટકો

સટોડીયાઓ જણાવી રહ્યાં છે કે, જે ટીમની કિંમત સૌથી ઓછી હશે તેને મજબૂત માનવામાં આવે છે. જો કોઈ મુંબઈ ઈન્ડિયન્સ ઉપર 1000 રૂપિયા લગાવે છે તો મુંબઈ જીતશે અને જો મુંબઈ જીતે છે તો તેને 4900 રૂપિયા મળશે. મેચ રેટ ઉપર નીચે થઈ શકે છે. સટોડીયાઓએ તેના માટે આઈપીએલનું મહત્વ સમજાવતા કહ્યું છે. આઈપીએલ અમારા ક્લાઈંટ માટે મોટી ટૂર્નામેન્ટ છે અને તેને રદ્દ થવા ઉપર ઝટકો લાગે છે. કેટલાક લોકો આ મેચો માટે પૈસા ભેગા કરી રહ્યાં છે. કારણ કે તેની ઉધારી ચુકવી શકે અને તે પૈસા વ્યવસાય લગાવી શકે.

Related posts

ફોન પર કહ્યું હું કિડનૈપ થઈ ગયો છું, આખી રાત 600 પોલીસ જવાનો શોધતા રહ્યા, સવારે બોલ્યો-થોડો છાંટોપાણી કર્યું હતું એમાં આવું થયું

Pravin Makwana

ઠાગાઠૈયા/ એક વર્ષનો સમય વીતી ગયો છતાં ગુજરાતના ‘ગુંડા’ એક્ટને મંજૂરી નહીં, કેન્દ્રની સ્પષ્ટતા છતાં કાયદો અદ્ધરતાલ

Pravin Makwana

આવકવેરા ખાતાની ટીમના ડેરી ઉદ્યોગ ગ્રુપ પર દરોડા, રૂ.400 કરોડની કરચોરી પકડાઈ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!