GSTV
Gujarat Government Advertisement

ક્રિકેટના આ પૂર્વ દિગ્ગજે ધોનીની વધારી ચિંતા, IPL પણ નહી બનાવી શકે ટીમ ઈન્ડિયમાં જગ્યા

ધોની

Last Updated on March 18, 2020 by Ankita Trada

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર ઓપનર વીરેન્દ્ર સહવાગે દિગ્ગજ ક્રિકેટર અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ના ભવિષ્યને લઈને એક મોટુ નિવેદન આપ્યુ છે. સહેવાગે કહ્યુ છે કે, IPL 2020 પણ એમએસ ધોની (MS Dhoni)ની ક્રિકેટ ટીમમાં પરત ફરવાની ગેરંટી નહી હોય.

છેલ્લી મેચ 2019 માં રમી હતી

ઉલ્લેખનીય છે કે, માહીએ પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ જુલાઈ 2019માં ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ વર્લ્ડ કપની સેમીફાઈનલ રમી હતી. જેમાં તેઓ રન આઉટ થતાની સાથે જ ટીમ ઈન્ડિયાની આશાઓ તૂટી ગઈ હતી. ત્યારે સહેવાગે પણ કહ્યુ છે કે, તેમને નથી લાગતુ કે, IPL માં શ્રેષ્ઠ પ્રદર્શન હોવા છતા પણ ધોની ટીમ ઈન્ડિયામાં પરત ફરી શકશે.

ટીમ ઈન્ડિયામાં પરત ફરવુ સરળ નથી

વીરુએ એક કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, સેલેક્ટર્સ હવે આગળના ભવિષ્યનુ વિચારી રહ્યા છે, કેએલ રાહુલ હવે બેટીંગની સાથે વિકેટકીપિંગમાં પણ પોતાનુ શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. તો બીજી તરફ પંત પણ આ યાદીમાં સામેલ છે. સહેવાગના મત પ્રમાણે ધોની જો IPL માં શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે તો, પણ તેમનુ ટીમ ઈન્ડિયામાં પરત ફરવુ સરળ નથી.

આ બે ખેલાડીની હટાવવા અશક્ય

ઉલ્લેખનીય છે કે, IPL થકી ક્રિકેટમાં ધોનીના પરત ફરવા પર કોરોના વાયરસે પણ બ્રેક લગાવી દીધી છે. કોરોના વાયરસના કારણે ચૈન્નઈની ટીમની ટ્રેનિંગ કેમ્પ પણ બંધ થઈ ગઈ છે. સહેવાગે કહ્યુ કે, માની લો કે, ધોની IPLમાં સારુ પ્રદર્શન કરી દે છે, તો પણ તેમના માટે ટીમ ઈન્ડિયામાં રુષભ પંત અને રાહુલને હટાવીને તેમની જગ્યા લઈ શકવી અસંભવ છે. કારણ કે, ધોની તેમની જગ્યા લેવાનુ વિચારી પણ ન શકે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

નારાજ / ઈનકાર છતાં પ્રણવદાનો દીકરો અભિજીત તૃણમૂલમાં જશે, સોનિયાની મામકાંને સાચવવાની નીતિ કોંગ્રેસને ભારે પડશે

Dhruv Brahmbhatt

એસબીઆઈમાં આવતા મહિનાથી બદલાશે એટીએમ અને ચેક બુકમાંથી પૈસા ઉપાડવાના નિયમો, જાણો અહીં બધું

Vishvesh Dave

જોબ લોસ / આ મોટી સરકારી કંપનીના ઘણા કર્મચારીઓની નોકરીઓ જોખમમાં,બંધ થઈ શકે છે ‘હેડ ઓફિસ’!

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!