GSTV

IPL 2020/ મુંબઈની પ્લે ઓફમાં ધમાકેદાર એન્ટ્રી, RCBને 5 વિકેટે હરાવ્યું

આઈપીએલની 13મી સીઝનમાં 48મી મેચમાં મુંબઈ ઈંડિયંસે બાજી મારી છે. બુધવાર રાતે અબુ ધાબીમાં મુંબઈએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને 5 વિકેટ માત આપી છે. મુંબઈએ 19.1 ઓવરમાં 5 વિકેટ પર 166 રન બનાવ્યા અને જીતનો લક્ષ્ય 165 રન પાર કરી લીધો હતો. મુંબઈની જીતનો હિરો સૂર્યકુમાર યાદવ રહ્યો હતો. જેણે નોટઆઉટ 79 રનની જોરદાર ઈનિંગ્સ રમી હતી. આ અગાઉ મુંબઈએ બેંગલુરૂના જસપ્રિત બુમરાહની ધારદાર બોલિંગથી 164/6 ના સ્કોરે રોકી દીધા હતા.

આ સાથે જ મુંબઈ ઈંડિયંસ પ્લે ઓફ માટે ક્વોલિફાય કરનારી આ સિઝનની મજબૂત ટીમ બની ગઈ છે. આ તેની આઠમી જીત છે. 12 મેચમાં 16 પોઈન્ટ સાથે તે ટોપ પર છે.

બેંગલોરે મુંબઈને 165 રનનો ટાર્ગેટ આપ્યો


રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઈ ઇન્ડિયન્સ સામે અબુ ધાબી ખાતે 20 ઓવરમાં 6 વિકેટે 164 રન કર્યા હતા. દેવદત્ત પડિક્કલે RCB માટે સર્વાધિક 74 રન કર્યા હતા. તેણે લીગમાં પોતાની ચોથી ફિફટી ફટકારતા 45 બોલની ઇનિંગ્સ દરમિયાન 12 ફોર અને 1 સિક્સ મારી હતી. મુંબઈ માટે જસપ્રીત બુમરાહે બોલ સાથે તરખાટ મચાવતા 4 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ ઝડપી લીધી હતી. તેના સિવાય ટ્રેન્ટ બોલ્ટ, રાહુલ ચહર અને કાયરન પોલાર્ડે 1-1 વિકેટ લીધી.

બેંગલોરની પ્લેઈંગ-11:

દેવદત્ત પડિક્કલ, જોશ ફિલિપ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), શિવમ દુબે, ગુરકિરત સિંહ માન, ક્રિસ મોરિસ, વી. સુંદર, ડેલ સ્ટેન, મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ

મુંબઈની પ્લેઈંગ 11:

કવિન્ટન ડિકોક(વિકેટકીપર), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, હાર્દિક પંડ્યા, કાયરન પોલાર્ડ (કેપ્ટન), કૃણાલ પંડ્યા, જેમ્સ પેટ્ટિન્સન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ

READ ALSO

Related posts

સમાજ સેવી બાબા આમટેની પૌત્રી ડૉ. શીતલ આમટેએ ભેદી સંજોગોમાં કરી આત્મહત્યા

pratik shah

મોદીએ પોતાના મત વિસ્તાર વારાણસીમાં 6 લેન હાઈવેનું કર્યું લોકાર્પણ, દેવદિવાળીએ કર્યું દેશવાસીઓને સંબોધન

Karan

દેવદિવાળી પર્વે કાશીના 84 ઘાટ પર 15 લાખ દિવડાઓનો થશે ઝગમગાટ, વારાણસી પહોંચેલા પીએમ મોદી રાજઘાટ પર પહેલો દિવો પ્રગટાવશે

Karan
Do NOT follow this link or you will be banned from the site!