GSTV

IPL 2020: રાજસ્થાન અને હૈદરાબાદને કેપ્ટન વગર જ રમવી પડશે પ્રથમ મેચ, આ છે મોટુ કારણ!

IPLમાં રમનારા ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ BCCIએ વિનંતી કરી છે કે, યુનાઇટેડ આરબ અમિરાત પહોંચ્યા બાદ તેમને જે ક્વોરન્ટીન તબક્કામાં રહેવાનું છે તેનો સમયગાળો છ દિવસથી ઘટાડીને ત્રણ દિવસનો કરી આપવામાં આવશે. જો આમ થાય તો તેઓ 19મી સપ્ટેમ્બરથી જ IPLમાં રમવા માટે ઉપલબ્ધ થઈ જશે. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં વન-ડે સિરિઝ રમાઈ રહી છે જેની અંતિમ મેચ આજે (બુધવારે) રમાનારી છે. આ બંને ટીમમાં મળીને 21 ખેલાડી IPLમાં રમવાના છે.

ક્વોરન્ટીન તબક્કો ઘડાડવાની વિનંતી કરી

આ તમામ 21 ખેલાડી 17મી સપ્ટેમ્બરે એક ચાર્ટર્ડ ફલાઇટ દ્વારા 17મીએ દુબઈ પહોંચશે. ત્યારબાદ તેઓ પોતપોતાની ટીમ સાથે જોડાઈ જશે. જોકે, આ અગાઉ તેઓ ક્વોરન્ટીન પિરિયડ પણ ભોગવશે. BCCI અને IPLના વર્તમાન નિયમ મુજબ ખેલાડીઓ 23મી સપ્ટેમ્બર સુધી ક્વોરન્ટીનમાં રહેશે. આ તમામ ખેલાડી વતી એક બેટ્સમેને BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીને ક્વોરન્ટીન તબક્કો ઘડાડવાની વિનંતી કરી છે. સૌરવ ગાંગુલી હાલમાં બોર્ડના અન્ય હોદ્દેદારોની સાથે દુબઈમાં છે. ગાંગુલીએ તો આ અંગે કોઈ રિએક્શન આપ્યા નથી, પરંતુ તેની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેમને આવી વિનંતી મળી છે.

ખેલાડીઓ અન્ય કોઈના સંપર્કમાં પણ આવ્યા નથી

ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને લાગે છે કે તેઓ અગાઉથી જ ઓસ્ટ્રેલિયામાં અને ત્યાર બાદ ઇંગ્લેન્ડમાં બાયો સિક્યોર બબલમાં રહેલા છે. આ ખેલાડીઓ અન્ય કોઈના સંપર્કમાં પણ આવ્યા નથી. આમ તેઓ એક બાયો કવચમાંથી બીજા બાયો કવચમાં જઈ રહ્યા છે ત્યારે લાંબા સમયના ક્વોરન્ટીનની જરૂર નથી તેવો તેમનો દાવો છે. હવે આ વિનંતી સ્વિકારવામાં નહીં આવે તો રાજસ્થાનની ટીમ જોફરા આર્ચર, સ્ટિવ સ્મિથ અને જોઝ બટલર વિના રમશે એટલે કે કેપ્ટન સ્મિથ પહેલી મેચ ગુમાવશે. બીજી તરફ હૈદરાબાદની ટીમનો કેપ્ટન ડેવિડ વોર્નર પણ સમયસર રમી શકશે નહીં તેથી તેન ટીમને પણ કેપ્ટન વિના જ રમવું પડશે. વોર્નર સાથે જોની બેરસ્ટો પણ પેહલી મેચ ગુમાવશે.

READ ALSO

Related posts

તુર્કીના ખભે બંદૂક રાખી હરખાઈ રહ્યુ છે પાકિસ્તાન, કાશ્મીર મુદ્દે હજૂ પણ રાગ આલાપી રહ્યા છે !

Dilip Patel

કાશ્મીરમાં વધુ એક ભાજપ નેતાની આતંકીઓએ કરી હત્યા, સરપંચને ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા

Pravin Makwana

આવકવેરા સંબંધિત બિલને સંસદની મંજૂરી મળી, અનેક લાભો આપવામા આવ્યા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!