GSTV

ફિટનેસ મોટો સવાલ, ટીમ ઇન્ડિયાનાં વર્કલોડ મામલે અમે ફ્રેન્ચાઈઝી સાથે ચર્ચા કરીશું

Last Updated on February 8, 2019 by

આ વખતે વર્લ્ડ કપ પહેલા રમાનારી ટી-20 સીરીઝ ઇન્ડિયન ટીમ માટે એક પડકાર બની ગઈ છે. આ વખતે ફુલ ફોર્મ સાથે ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવા માટે મેદાનમાં ઉતરશે. જો કે વર્લ્ડ કપ પહેલા આઈપીએલ માં પણ ભારતીય ખેલાડીઓ રમશે. આ વખતે વિશ્વ કપ પહેલા રમાનારી આઈપીએલ મેચો ટીમ ઇન્ડિયાનાં ખેલાડીઓ માટે ચિંતાનું કારણ બની છે. ટીમ મેનેજમેન્ટને ખેલાડીઓની ફિટનેસ, ફોર્મ અને પ્રેશરની ચિંતા છે. ટીમ ઇન્ડિયાનાં કોચ રવિ શાસ્ત્રી પણ આ મામલે ચિંતા કરતા જણાવે છે કે આ તમામ મુદ્દા પર અમે ક્રિકેટરો અને આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓ સાથે ચર્ચા કરીશુ.

ઇન્ટરવ્યૂમાં પુછાયેલા સવાલનાં જવાબમાં રવિ શાસ્ત્રીએ જણાંવ્યું કે, વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયાનાં પેસર અને વર્કલોડ મેનેજમેન્ટને જાળવી રાખવું તે મોટી ચિંતાનો વિષય છે. શું આઈપીએલ દરમિયાન ખેલાડીઓની ફિટનેસ અને વર્કલોડની ચિંતા કરવાનો કોઈ ખાસ પ્લાન છે.

રવિ શાસ્ત્રી એ કહ્યું છે કે અમારા તમામ ખેલાડી અત્યારે ફુલ ફોર્મમાં છે. અમે પ્રયત્ન કરીએ છે કે તમામ ફ્રેન્ચાઈઝી અને તેનાં કેપ્ટન સાથે આ મામલે ચર્ચા કરીએ. અમે ઇચ્છીએ છે કે વર્લ્ડ કપ માટે પસંદ થનારા સંભવિત ખેલાડીઓ સિમીત મેચ જ રમે. જેથી કરીને આ ખેલાડિઓની ફિટનેસ અને ફોર્મ પર કોઈ અસર ન થાય. અમારી ઇચ્છા છે કે ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને જરૂરી આરામ મળે. જેથી વર્લ્ડ કપ માટે તેઓ એકદમ ફ્રેશ રહે.

ભારતીય ટીમનાં મુખ્ય કોચે કહ્યું છે કે, આઈપીએલ પછી અને વર્લ્ડ કપ પહેલા અમારી પાસે 10 દિવસનો સમય રહેશે. તે વખતે પણ અમે આ તમામ મુદ્દા પર ધ્યાન આપીશું. ખેલાડી પોતાની શારીરીક ફિટનેસ અને કૌશલ્યને ઇમ્પ્રૂવ કરે તે ખુબ જરૂરી છે. અમે લોકો ફ્રેન્ચાઈઝીનાં કામમાં વધારે દખલ કરી શકતા નથી. તેમ છતાં અમે ક્રિકેટરો અને ખેલાડીઓ સાથે આ મામલે વાતચીત કરશું.

આ ઇન્ટરવ્યૂમાં રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયાનાં વર્લ્ડ કપ પ્લાનિંગ અને ગયા વર્ષે ઇન્ડિયન ક્રિકેટરોનાં સારા પ્રદર્શન વિશે વાતચીત કરી હતી. હાલમાં વન-ડે ઇન્ટરનેશનલમાં ટીમ ઇન્ડિયા પ્રદર્શન શાનદાર કરી રહી છે. ભારતીય ટીમે 2017માં પાકિસ્તાન સામેની ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાં હાર મેળવી હતી. જો કે ત્યારબાદ તે વન-ડે ક્રિકેટ ફોર્મેટમાં સારુ પ્રદર્શન કરી રહી છે.

ચેમ્પિયન્સ ટ્રોફી પછી ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં વન-ડે સીરીઝમાં જીત મેળવી હતી. આ સિવાય ભારતે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝની ટીમને તેનાં જ હોમગ્રાઉન્ડ પર હાર આપી હતી. ટીમ ઇન્ડિયાએ દુબઈમાં રમાયેલી એશિયા કપ 2018નો ખિતાબ પણ પોતાનાં નામે કર્યો હતો. આ બે વર્ષમાં ટીમ ઇન્ડિયા માત્ર ઇંગ્લેન્ડને હરાવી શકી નથી.

READ ALSO

Related posts

તમે ક્યારેય કોઈ પ્રાચીન જ્વાળામુખીની ડરામણી આંખ? હિન્દ મહાસાગરમાં 10 હજાર ફુટ નીચે છે અસ્તિત્વમાં

Pritesh Mehta

અમદાવાદ: મચ્છજન્ય અને પાણીજન્ય રોગચાળામાં વધારો, અઠવાડિયામાં તાવ,શરદી અને ઉધરસના 113 કેસ નોંધાયા

pratik shah

રાજ્યમાં આઉટસોર્સીંગના કર્મચારીઓની શોષણ થશે બંધ, આરોગ્ય કમિશનર દ્વારા જાહેર કરાયો પરિપત્ર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!