GSTV
Home » News » આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ આમને-સામને, હારશે તે આઉટ

આજે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ આમને-સામને, હારશે તે આઉટ

ઇન્ડિયન પ્રીમિયર લીગ-૧૨ના એલિમિનેટરના મુકાબલામાં આવતીકાલે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટકરાશે. આ મુકાબલામાં જે ટીમ હારશે તેના પડકારનો અંત આવશે. બીજી તરફ વિજય મેળવનારી ટીમ શુક્રવારના ક્વોલિફાયર-૨ના મુકાબલામાં મંગળવારની મુંબઇ ઇન્ડિયન્સ-ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચેના મુકાબલાની પરાજીત ટીમ સામે રમશે. વર્તમાન સિઝનનો દેખાવ અને ટીમ સંતુલન જોવામાં આવે તો સનરાઇઝર્સ હૈદરાબાદ સામેના મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ હોટફેવરિટ તરીકે ઉતરશે. લીગ રાઉન્ડમાં દિલ્હી કેપિટલ્સે ૧૪માંથી ૯ જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે ૧૪માંથી ૬ મેચમાં વિજય મેળવ્યો છે. વર્તમાન સિઝનમાં બંને ટીમ એકબીજા સામે ટકરાઇ છે ત્યારે તેમાંથી દિલ્હી કેપિટલ્સ-સનરાઇઝર્સ હૈદરાબાદનો ૧-૧ વાર વિજય થયો છે.

દિલ્હી કેપિટલ્સની ટીમ  હજુ સુધી ક્યારેય આઇપીએલની ફાઇનલમાં પહોંચી શકી નથી. આ વખતે તેઓ ૨૦૧૨ બાદ પ્રથમવાર પ્લે ઓફમાં રમી રહ્યા છે. વર્તમાન સિઝનનો દેખાવ જોવામાં આવે તો દિલ્હી કેપિટલ્સ માટે આ વખતે ફાઇનલ સુધી પહોંચવાની પૂરી તક છે.

બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદે લીગ રાઉન્ડમાં ખૂબ જ સારો દેખાવ કર્યો હતો અને તેનો શ્રેય મહદ્અંશે ડેવિડ વોર્નર-જોની બૈરસ્તોની જોડીને જાય છે. અલબત્ત, વન-ડે વર્લ્ડકપની પૂર્વતૈયારી માટે આ બંને બેટ્સમેન વતન પરત ફરતાં જ સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગ નબળી પડી ગઇ છે. કેપ્ટન કેન વિલિયમસન હજુ સુધી કોઇ કમાલ કરી શક્યો નથી. બોલિંગમાં દિલ્હી કેપિટલ્સનો મદાર ભુવનેશ્વર કુમાર, ખલિલ અહેમદ અને રશિદ ખાન ઉપર રહેશે.

સંભવિત ટીમ : દિલ્હી કેપિટલ્સ : શિખર ધવન, પૃથ્વી શો, શ્રેયસ ઐયર (કેપ્ટન), કોલિન ઇનગ્રામ, રિષભ પંત, શેરફેન રૃધરફોર્ડ, ક્રિસ મોરિસ, અક્ષર પટેલ, અમિત મિશ્રા, ટ્રેન્ટ બૌલ્ટ, ઇશાંત શર્મા. સનરાઇઝર્સ હૈદરાબાદ : રિદ્ધિમાન સહા, માર્ટિન ગપ્ટિલ, કેન વિલિયમસન (કેપ્ટન), મનિષ પાંડે. વિજય શંકર, દીપક હૂડા, મોહમ્મદ નબી, રશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, ખલિલ અહેમદ.

પૃથ્વી શોની પડતી, મનિષ પાંડેની ચડતી

દિલ્હી કેપિટલ્સના ઓપનર પૃથ્વી શોએ વર્તમાન સિઝનમાં શરૃઆત સારી કરી હતી. પરંતુ આ પછી તે અપેક્ષા મુજબનો દેખાવ કરી શક્યો નથી. પૃથ્વી શોએ વર્તમાન સિઝનમાં ૧૪ ઇનિંગ્સમાં ૨૦.૮૫ની એવરેજથી ૨૯૨ રન નોંધાવ્યા છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર ૯૯ છે. શો માત્ર એક જ વખત ૫૦નો સ્કોર વટાવી શક્યો છે. બીજી તરફ મનિષ પાંડેએ સિઝનની શરૃઆત નબળી કરી હતી. જોકે, ટુર્નામેન્ટના બીજા તબક્કામાં તે છવાઇ ગયો છે. પાંડેએ ૧૦ ઇનિંગ્સમાં ૩ અડધી સદી સાથે ૪૪.૮૫ની એવરેજથી ૩૧૪ રન નોંધાવ્યા છે. મનિષ પાંડેએ છેલ્લી ચાર ઇનિંગ્સમાં ૨૫૧ રન કર્યા છે.

દિલ્હી કેપિટલ્સ

 ટોપ-૩ બેટ્સમેન

બેટ્સમેનઇનિંગ્સ       રન     એવરેજ

શિખર ધવન   ૧૪     ૪૮૬   ૩૭.૩૮

શ્રેયસ ઐયર   ૧૪     ૪૪૨   ૩૪.૦૦

રિષભ પંત     ૧૪     ૪૦૧   ૩૬.૪૫

ટોપ-૩ બોલર્સ

બોલર  મેચ    વિકેટ   એવરેજ

કેગિસો રબાડા ૧૨     ૨૫     ૧૪.૭૨

ક્રિસ મોરિસ    ૯      ૧૩     ૨૩.૫૩

ઇશાંત શર્મા    ૧૧     ૧૦     ૨૯.૧૦

સનરાઇઝર્સ હૈદરાબાદ

ટોપ-૩ બેટ્સમેન

બેટ્સમેન      ઇનિંગ્સ રન     એવરેજ

ડેવિડ વોર્નર   ૧૨     ૬૯૨   ૬૯.૨૦

જ્હોની બૈરસ્તો ૧૦     ૪૪૫   ૫૫.૬૨

મનિષ પાંડે    ૧૦     ૩૧૪   ૪૪.૮૫

ટોપ-૩ બોલર્સ

બોલર  મેચ    વિકેટ   એવરેજ

ખલિલ અહેમદ ૮      ૧૭     ૮.૨૧

રશિદ ખાન    ૧૪     ૧૫     ૨૪.૧૩

સંદીપ શર્મા    ૧૧     ૧૨     ૨૯.૩૩

આઇપીએલ-૧૨માં દિલ્હી -હૈદરાબાદના અગાઉના મુકાબલા :

૪ એપ્રિલ, દિલ્હી : દિલ્હી કેપિટલ્સ : ૨૦ ઓવરમાં ૧૨૯/૮(શ્રેયસ ઐયર ૪૩, અક્ષર પટેલ અણનમ ૨૩, નબી ઃ ૪-૦-૨૧-૨), સનરાઇઝર્સ હૈદરાબાદ : ૧૮.૩ ઓવરમાં ૧૩૧/૫(બૈરસ્તો ૪૮, અક્ષર પટેલ ૪-૦-૧૮-૧). સનરાઇઝર્સ  હૈદરાબાદનો ૫ વિકેટે વિજય.

૧૪ એપ્રિલ, હૈદરાબાદ : દિલ્હી કેપિટલ્સ : ૨૦ ઓવરમાં ૧૫૫/૭(શ્રેયસ ઐયર ૪૫, કોલિન મનરો ૪૦, ખલિલ અહેમદ ઃ ૪-૦-૩૦-૩), સનરાઇઝર્સ હૈદરાબાદ ; ૧૮.૫ ઓવરમાં ૧૧૬ (વોર્નર ૫૧, બૈરસ્તો ૪૧, રબાડા ૩.૫-૦-૨૨-૪, પોલ  ૪-૦-૧૭-૩). દિલ્હી કેપિટલ્સનો ૩૯ રને વિજય.

દિલ્હી કેપિટલ્સ વિ. સનરાઇઝર્સ હૈદરાબાદ : હેડ ટુ હેડ

કુલ મેચ       દિલ્હી જીત     હૈદરાબાદ જીત

૧૪     ૦૯     ૦૫

ઓસ્ટ્રેલિયા વિ. ઓસ્ટ્રેલિયા

સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે એક મુખ્ય સમાનતા એ છે કે બંને ટીમના કોચ ઓસ્ટ્રેલિયન છે. દિલ્હી કેપિટલ્સ ટીમના કોચ તરીકે પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદના કોચ તરીકે પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ટોમ મૂડી છે. આમ, આવતીકાલે બંને ઓસ્ટ્રેલિયન કોચ વચ્ચે મુકાબલો જોવા મળશે.

વિજય શંકરના ૧૩ ઇનિંગ્સમાં માત્ર ૨૧૯ રન

સનરાઇઝર્સ હૈદરાબાદના ઓલરાઉન્ડર વિજય શંકરનો દેખાવ ખૂબ જ સાધારણ રહ્યો છે. વિજય શંકરે ૧૩ ઇનિંગ્સમાં ૧૯.૯૦ની એવરેજથી માત્ર ૨૧૯ રન કર્યા છે અને જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર અણનમ ૪૦ છે. બોલિંગમાં તેણે ૭૦ની એવરેજથી ૧ વિકેટ ખેરવી છે. વન-ડે વર્લ્ડકપ અગાઉ વિજય શંકરનો સાધારણ દેખાવ ચિંતાનો વિષય છે.

Read Also

Related posts

નશાની હાલતમાં 121 વર્ષ પહેલા આ વૃક્ષની કરવામાં આવી હતી ધરપકડ , કારણ જાણીને તમે પણ પકડી લેશો પેટ

Nilesh Jethva

હીંગનાં સેવનથી થાય છે ગુણકારી ફાયદાઓ, જાણશો તો રહી જશો દંગ

Path Shah

શ્રીકાંત, પ્રણીત અને પ્રણોય બેડમિન્ટ વર્લ્ડ ચેમ્પિયનશિપનાં બીજા રાઉન્ડમાં પહોચ્યા

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!