GSTV
Home » News » MIએ RCBને આપ્યો 188 રનનો લક્ષ્યાંક, રોહિતે બનાવ્યા સૌથી વધુ રન

MIએ RCBને આપ્યો 188 રનનો લક્ષ્યાંક, રોહિતે બનાવ્યા સૌથી વધુ રન

રૉયલ ચેલેન્જર્સ બેંગલુરૂની સામે ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે (MI) નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યાં. મુંબઈ તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 33 બોલમાં 48 રનની ઈનિંગ રમી. કોહલીની સેનાને આ મેચ જીતવા માટે 188 રનોની જરૂર છે.

14મી ઓવરમાં યુવરાજે ચહલના પ્રથમ 3 બોલમાં સતત 3 છગ્ગા ફટકારીને ફરી એક વખત પ્રશંસકોનું દિલ જીતી લીધું. જોકે, પછીના બોલમાં બાઉન્ડ્રી લાઈન પર કેચ આઉટ થયાં. યુવરાજે 12 બોલમાં 3 છગ્ગા મારીને 23 રનોની ધમાકેદાર ઈનિંગ રમી. ત્યારબાદ 16મી ઓવરમાં મુંબઈને ચોથો ઝાટકો લાગ્યો અને સૂર્યકુમાર પેવેલિયન પરત ફર્યા. તેમણે 24 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાના કારણે 38 રન બનાવ્યાં. સૂર્યકુમાર બાદ પોલાર્ડ પણ આ ઓવરમાં નિકળી ગયાં. કીરોન પોલાર્ડ 5 રન બનાવીને આઉટ થયાં.

હાર્દિક પંડ્યાની તોફાની ઈનિંગ

મુંબઈ તરફથી હાર્દિક પંડ્યાએ મેચની અંતિમ ઓવરમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ વરસાવ્યો હતો. તેમણે લગભગ 14 બોલમાં 32 રનોની તોફાની ઈનિંગ રમી. આ દરમ્યાન તેમણે 3 છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યાં. પંડ્યાની ધમાકેદાર પ્રદર્શનના કારણે જ મુંબઈ ઈન્ડિયન્સ સ્કોર 187 રન પહોંચાડવામાં કામયાબ થઈ. તેમ છતાં પંડ્યા નોટઆઉટ રહ્યાં.

READ ALSO

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!