GSTV
Gujarat Government Advertisement

હજુ ૨૧ વર્ષનો જ છું, પરિપક્વતા રાતોરાત નહીં આવી જાય

Last Updated on May 8, 2019 by Bansari

ઇંગ્લેન્ડ ખાતે યોજાનારા આગામી વન-ડે વર્લ્ડકપમાં રિષભ પંતની અવગણના કરવામાં આવતા અનેક ક્રિકેટપ્રેમીઓને આશ્ચર્ય થયું હતું.  આ અવગણના માટે મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદ દ્વારા એવું કારણ આપવામાં આવ્યું હતું કે, ‘રિષભ પંતમાં હજુ પરિપક્વતાની કમી છે. જેના કારણે તે મેચ ફિનિશરની ભૂમિકાને ન્યાય આપી શક્યો નથી. ‘

જેના અંગે રિષભ પંતે આજે જણાવ્યું છે કે, ‘હું મારી ટીકાને હકારાત્મક રીતે લઉં છું. કોઇપણ મેચમાં તમને જે ભૂમિકા સોંપવામાં આવી છે તેને ન્યાય આપવો જરૃરી છે. હું સાતત્યતાપૂર્વક મેચ ફિનિશરનો રોલ નિભાવવા પૂરા પ્રયાસ કરીશ. તમે અનુભવ અને ભૂલોમાંથી જ શીખો છો. રાતોરાત મારામાં પરિવર્તન આવી જવાનું નથી. હું હાલ માત્ર ૨૧ વર્ષનો છું અને મારા માટે ૩૦ વર્ષની વ્યક્તિ જેમ વિચારવું મુશ્કેલ છે. સમય જતાં હું માનસિક રીતે વધારે મજબૂત બનીશ અને પરિપક્વતા પણ આવશે. પરંતુ તેના માટે સમય જશે. ‘

પતે વધુમાં જણાવ્યું હતું કે, ‘વર્લ્ડકપ ટીમમાં સમાવેશ નહીં થવાનો અફસોસ થાય તે સ્વાભાવિક છે. પરંતુ પ્રોફેશ્નલ ક્રિકેટર હોવાને નાતે તેની સામનો કરતાં પણ શિખવું પડે છે. જીવનમાં બધું જ તમારું ધાર્યું થાય તે જરૃરી નથી. જીવનમાં અપેક્ષા મુજબનું થઇ રહ્યું ન હોય ત્યારે હકારાત્મક રહેવું એકમાત્ર વિકલ્પ છે. આઇપીએલમાં રમી રહ્યો હોઉં કે ભારતીય ટીમ માટે મારો એકમાત્ર હેતુ ટીમને વિજય અપાવવાનો હોય છે. આઇપીએલ દરમિયાન સૌરવ ગાંગુલી અને રિકી પોન્ટિંગ પાસેથી પણ મને ખૂબ જ શિખવા મળ્યું છે. સૌરવ ગાંગુલીએ મને વધુ હકારાત્મક રમવાની સલાહ આપી છે. ‘

Read Also

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!