GSTV
Home » News » IPL 2019: વિરાટ કોહલી સાથે બબાલ થઇ તો ભડકી ઉઠ્યો અમ્પાયર, પછી જે કર્યુ એ તો કોઇએ વિચાર્યુ પણ નહી હોય

IPL 2019: વિરાટ કોહલી સાથે બબાલ થઇ તો ભડકી ઉઠ્યો અમ્પાયર, પછી જે કર્યુ એ તો કોઇએ વિચાર્યુ પણ નહી હોય

IPLની 12મી સીઝન ઇતિહાસમાં ખરાબ અમ્પાયરિંગ અને ખેલાડીઓના વિવાદ માટે યાદ કરવામાં આવશે. આ સીઝનમાં ઘણીવાર એવું બન્યુ જ્યારે ખેલાડીઓ અને અમ્પાયર્સ વચ્ચે તકરાર થતી જોવા મળી.એમ ચિન્નાસ્વામી સ્ટેડિયન પર એક મેચ દરમિયાન બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી અને અમ્પાયર લૉન્ગ વચ્ચે તકરાર થઇ ગઇ. મીડિયા રિપોર્ટ્સની માનીએ તો આ તકરાર બાદ ગુસ્સામાં લૉન્ગ અમ્પાયરે રૂમનો દરવાજો લાત મારીને તોડી નાંખ્યો.

4મે એટલે કે શનિવારે રમાયેલી મેચ બેંગલોર અને હૈદરાબાદ વચ્ચે હતી. હૈદરાબાદ માટે આ કરો કે મરોનો મુકાબલો હતો. કારણ કે આ જીત સાથે જ તે પ્લેઑફમાં પહોંચનાર ચોથી ટીમ બની જાત.

બીજી બાજુ સીઝનમાં ખૂબ જ નિરાશ કરનાર વિરાટ બ્રિગેડે આ અંતિમ મેચ જીતીને આગામી સીઝનની સારી તૈયારી સાથે વિદાય લેવા માંગતી હતી. આ મેચમાં અમ્પાયર નીઝલ લૉન્ગે બેંગલોરના ફાસ્ટ બોલર ઉમેશ યાદવના એક બોલને નૉબોલ ગણાવ્યો.

50 વર્ષીય નીઝલ લૉન્ગ આઇસીસીના એલીટ પેનલમાં સામેલ છે. પરંતુ આ વખતે અનુભવી અમ્પાયર લૉન્ગથી ચૂક થઇ ગઇ, જ્યારે ટીવી રિપ્લેમાં ફુટેજ સામે આવી તો તે સ્પષ્ટ થઇ ગયું કે ઉમેશ યાદવનો પગ લાઇનની પાછળ પડ્યો હતો.

નિયમ અનુસાર આ નૉબોલ ન હતો. મેદાન પર રિપ્લે જોયા બાદ ઉમેશ યાદવ અને વિરાટ કોહલીએ અમ્પાયરના આ નિર્ણયનો વિરોધ કર્યો. જો કે અમ્પાયરે પોતાનો આ નિર્ણય પરત ન લીધો.

મેદાન પર જ વિરાટ કોહલી નીઝલ લૉન્ગ સાથે દલીલ કરતાં જોવા મળ્યો હતો. એક અહેવાલ અનુસાર હૈદરાબાદની ઇનિંગ પૂરી થતાં જ લૉન્ગ પોતાના સાથે અમ્પાયર સાથે પેવેલિયનમાં પરત ફર્યા અને ગુસ્સામાં રૂમના દરવાજા પર જોરથી લાત મારી. જેના કારણે દરવાજો તૂટી ગયો.

કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશને આ અંગે મેચ રેફરી નારાયામ કુટ્ટીને આપી. જો કે પછીથી લૉન્જે કર્ણાટક ક્રિકેટ એસોશિએશન સાથે વાત કરી અને આ નુકસાનની ભરપાઇ માટે 5000 રૂપિયા પણ આપ્યા છે.

Read Also

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

Jioએ કરોડો ગ્રાહકોને આપી દિવાળીની સૌથી બેસ્ટ ગિફ્ટ, જાણશો તો ખુશ થઇ જશો

Bansari

Vastu Tips : ઘર અથવા ઓફિસમાં લાવા માંગો છો સુખ-સમૃદ્ધિ તો દરેક રૂમમાં રાખો ફટકડી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!