GSTV
Home » News » આઈપીએલ -12 , RCB બાકીની 7 માંથી 6 મેચ જીતે તો પ્લેઑફમાં જઈ શકે છે

આઈપીએલ -12 , RCB બાકીની 7 માંથી 6 મેચ જીતે તો પ્લેઑફમાં જઈ શકે છે

IPL-12ની સિઝનમાં સતત હારનો સામનો કરી રહેલી RCBની ટીમને અંતે સફળતા મળી હતી. જેમાં વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સની અડધી સદીના આધારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે (આરસીબી) એ કિંગ્સ ઈલેવન પંજાબ (કેએક્સઆઈપી) સામેની મેચ 8 વિકેટથી જીતીને પોતની હારનો ક્રમ તોડી પહેલી સફળતા મળી હતી.અને આઇપીએલ 2019 માં તેમની આશા જીવંત રાખી છે.

જ્યારે મોહાલીમાં રમાયેલી મેચમાં કોહલીએ 53 બોલમાં 67 રન બનાવ્યાં અને ડી વિલિયર્સે 38 બોલમાં અણનમ 59 રન બનાવ્યા હતા. જેમાં બેંગલોર 19.2 ઓવરમાં 2 વિકેટે 174 રન બનાવવામાં અને ક્રિસ ગેઇલની 99 રનની અણનમ ઈનિંગને ધોવામાં સફળ રહી હતી.

કિંગ્સ XI પંજાબએ પ્રથમ બેટિંગને પગલે ચાર વિકેટ માટે 173 રન બનાવ્યા હતા. જેમાં ક્રિસગેલ ફક્ત એક રનથી સદી ચૂકી ગયા હતા. જેમાં કિંગ્સ XI પંજાબને 8 મેચમાંથી આ ચોથી મેચમાં હાર મળી છે. જ્યારે RCBને અત્યાર સુધીની 7 મેચમાંથી પ્રથમ જીત મળી છે. ત્યારે તેણે પ્રથમ છ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

જ્યારે આરસીબી માટે દરેક મેચોમાં ‘ડૂ અથવા ડાઇ’ની સ્થિતી છે. જો તેને પ્લેઑફ સુધી પહોંચવું હોય તો બાકીની સાત મેચો જીતવાની રહેશે. પરંતુ આંકડા ઈતીહાસનાં સાક્ષી છે કે આઇપીએલના લીગ તબક્કામાં 14 પોઇન્ટ મેળવ્યા પછી ઘણી ટીમો પ્લેઓફમાં પહોંચી ગઈ છે. એટલે કે, 14 માંથી 7 મેચ જીતીને ટીમોએ પ્લેઑફમાં સ્થાન લીધું છે.

જ્યારે ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીની વાળી ત્યારે હવે એવું કહી શકાય કે, વિરાટ કોહલીની કેપ્ટનસીમાં આરસીબીની ટીમ 7 માંથી 6 મેચો જીતીને પ્લેઑફ માટે આશા રાખી શકાય છે. જ્યારે નેટ રન રેટ પણ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ત્યારે રસપ્રદ વાત એ છે કે, 2010 માં પણ આરસીબીની ટીમ 7 મેચ જીત્યા પછી પ્લેઑફમાં પહોંચી હતી.

રસપ્રદ વાત એ છે કે 2009 માં ડેક્કન ચાર્જર્સ ટીમની 7 મેચ જીતીને ફક્ત પ્લેઑફ સુધી પહોંચી શકી એટલુંજ નહી આ ટીમ પણ બની હતી. તેણે ફાઈનલમાં આરસીબીને હરાવ્યું હતું. ત્યાર પછી 2010 માં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ સાત મૅચ જીત્યા પછી પ્લેઑફમાં પહોંચી અને તે ચેંમ્પિયન બનવામાં સફળ રહી. 14 પોંઈન્ટ મેળવીને પ્લેઓફમાં પહોંચવા વાળી ટીમો 2018 માં – રાજસ્થાન રોયલ્સ ,2014 માં – મુંબઇ ઇન્ડિયન્સ , 2010 – રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ચેન્નઈ સુપર કિંગ્સ , 2009 – ડેક્કન ચાર્જર્સ

Related posts

હાઇકોર્ટે સરકાર અને કોર્પોરેશનો લીધો ઉધડો,કહ્યું કેરી…

Path Shah

વડોદરામાં લાખો લોકોએ ગંદુ પાણી પીધું, અઢી મહિના પછી ખબર પડી કે…

Riyaz Parmar

કાશીનો પ્રસાદ મને શક્તિ આપે છે: PMનાં આગમનથી સમગ્ર વારાણસી કેશરીયા નગરી બની

Riyaz Parmar