GSTV

IPLમાં ખેલાડીઓને હરાજીની રકમ સિવાય શું મળે છે? જાણશો તો આંખો પહોળી થઇ જશે

હૈદરાબાદ IPL-12 ની સિઝનમાં ફાઇનલમાં મુંબઇલ ઇન્ડિયન્સે ચેન્નાઇ સુપર કિંગ્સને રોમાંચક મેચમાં 1 રનથી પરાજય આપ્યો હતો. આ પહેલાં ચેન્નાઇ અને મુંબઇ ત્રણ ત્રણ ટ્રોફી સાથે બરાબરી પર હતા. IPLમાં મુંબઇ ઇન્ડિયન્સ સૌથી સફળ ટીમ બની ગઇ છે. જે બાદ એવોર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યુ હતુ. મુંબઈ ઇન્ડિયન્સ ચાર વખત આઈપીએલ ટુર્નામેન્ટ જીતની સૌથી વધારે વખત ચૅમ્પિયન થનારી ટીમ બની ગઈ છે.


IPL પુરી છયા બાદ તમને એ પ્રશ્ન થતો હશે કે, IPL ની ટુર્નામેન્ટમાં રમનારા ખેલાડીઓને હરાજીની રકમ સિવાય શુ મળે છે??
આઈપીએલ જીતનારી ટીમને 20 કરોડ રૂપિયા આપવામાં આવે છે. નિયમો પ્રમાણે આ રકમનો અડધો હિસ્સો ટીમની ફ્રેન્ચાઇઝીને મળતો હોય છે જ્યારેઅડધો હિસ્સો ખેલાડીઓ વચ્ચે વહેંચી દેવામાં આવે છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સૌથી વધારે રન બનાવનાર ખેલાડીને ઑરૅન્જ કૅપ  જીતનાર ખેલાડીને 10 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં સનરાઇઝર્સ હૈદરાબાદના ડેવિડ વૉર્નરને આ કૅપ મળી છે. આ સાથે ટુર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ લેનારા બોલરને પર્પલ કેપ સાથે 10 લાખ રુપિયા આપવામાં આવે છે. આ સિઝનમાં આ કેપ ચેન્નાઇ સુપર કિંગ્સના ઇમરાન તાહિરને મળી છે. IPL માં સૌથી વધુ સ્ટ્રાઇક રેટ ધરાવનારા ખેલાડીને એક કાર સાથે ટ્રોફી આપવામાં આવે છે. 

 
કોને મળ્યો કયો એવોર્ડ…

  • ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ (શુભમન ગિલ) કોલકત્તા નાઇટ રાઇડર્સ
  • ફેરપ્લે એવોર્ડઃ સનરાઇઝર્સ હૈદરાબાદ
  • ફાસ્ટેટ ફિફ્ટી એવોર્ડ (હાર્દિક પંડ્યા) મુંબઈ ઈન્ડિયન્સ (17 બોલ અડધી સદી)
  • પિચ અને ગ્રાઉન્ડ ટ્રોફીઃ પંજાબ (મોહાલી) અને હૈદરાબાદ
  • પરફેક્ટ કેચ ઓફ સિઝન (કીરોન પોલાર્ડ) મુંબઈ ઈન્ડિયન્સ
  • સિઝન સુપર સ્ટ્રાઇકર એવોર્ડ (આંદ્રે રસેલ) કોલકત્તા નાઇટ રાઇડર્સ
  • સ્ટાઇલિશ પ્લેયર ઓફ ધ સિઝન (કેએલ રાહુલ) કિંગ્સ ઇલેવન પંજાબ
  • ગેમ ચેન્જર ઓફ ધ સિઝન (રાહુલ ચહર) મુંબઈ ઈન્ડિયન્સ
  • ઓરેન્જ કેપ (ડેવિડ વોર્નર 692 રન) સનરાઇઝર્સ હૈદરાબાદ
  • પર્પલ કેપ (ઇમરાન તાહિર 26 વિકેટ) ચેન્નઈ સુપરકિંગ્સ
  • મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (આંદ્રે રસેલ) કોલકત્તા નાઇટ રાઇડર્સ

Read Also

Related posts

સેલિબ્રિટીની પ્રેગ્નેંસી એક મોટો બિઝનેસ : થાય છે કરોડો રૂપિયાનો વેપાર, 7 કરોડ રૂપિયા તો હોય છે ફી

Pravin Makwana

ભારતને ઝટકો/ સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુમાં થયું ક્રેશ : 2માંથી એક પાયલટનું મોત

Pravin Makwana

નવું Driving Licence બનાવવું હવે બિલકુલ આસાન, બસ ઘરે બેઠા જ આ રીતે કરો ઓનલાઇન અરજી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!