GSTV
Home » News » IPL 2019નો ખિતાબ જીતતાં જ મુંબઇની ટીમ પર થઇ ધન વર્ષા, ચેન્નઇ પણ થઇ માલામાલ

IPL 2019નો ખિતાબ જીતતાં જ મુંબઇની ટીમ પર થઇ ધન વર્ષા, ચેન્નઇ પણ થઇ માલામાલ

IPL ઇતિહાસની સૌથી બે સફળ ટીમો વચ્ચે રવિવારે 12મી સીઝનની ફાઇનલ મેચ રમાઇ ગઇ. આ રોમાંચક મેચમાં મુંબઇએ ચેન્નઇને હરાવીને રેકોર્ડ ચોથીવાર આ ખિતાબ પોતાના નામે કર્યો છે. હાઈવોલ્ટેજ આઇપીએલ ફાઈનલના આખરી બોલ પર મલિંગાએ ચેન્નાઈના બેટ્સમેન શાર્દૂલ ઠાકુરને આઉટ કરતાં મુંબઈને એક રનથી દિલધડક વિજય અપાવ્યો હતો. આ સાથે જ મુંબઈએ સૌથી વધુ આઇપીએલ ટાઈટલ જીતવાની રેસમાં પણ ચેન્નાઈને પાછળ છોડી દેતાં ચોથી વખત ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી હતી.

મેચમાં જ્યાં રોહિતને કેપ્ટન્સીમાં મુંબઇ વિજેતા બની ત્યાં ધોનીની કેપ્ટન્સીમાં ચેન્નઇ રનરઅપ રહી. જો કે વિનર અને રનરઅપ ટીમ બંનેને જ મેચ બાદ ભારે રકમ ઇનામ તરીકે આપવામાં આવી.

રોહિતની કેપ્ટન્સી વાળી મુંબઇની ટીમને આઇપીએલ 2019ની ચેમ્પિયન બનવા પર 20 કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો.

chennai vs kkr

આ ઉપરાંત ધોનીની કેપ્ટન્સી વાળી રનરઅપ ટીમ ચેન્નઇને 12.5 કરોડ રૂપિયાના ઇનામી ચેક સાથે સન્માનિત કરવામાં આવી.

જણાવી દઇએ કે 11 વર્ષમાં આઇપીએલની ઇનામી રકમમાં 300 ટકાનો વધારો થયો છે. પ્રથમ સત્રના વિજેતાને 2008માં 4.8 કરોડ રૂપિયા મળ્યાં હતાં. ત્યાં 2015માં 15 કરોડ અને ગત વર્ષે આ રકમ વધીને 20 કરોડ રૂપિયા થઇ.

આ બંને ટીમો ઉપરાંત ત્રીજા ક્રમની દિલ્હીને 10.5 કરોડ અને ચોથા ક્રમની હૈદરાબાદની ટીમને 8.75 કરોડ રૂપિયા ઇનામ તરીકે આપવામાં આવ્યાં.

Read Also

Related posts

6 મહિનામાં પહેલી વખત ક્લીન શેવમાં દેખાયા કપિલ શર્મા, શેર કર્યો નવો લૂ

Path Shah

હિન્દી સિનેમામાં સહાયક અભિનેતાઓના સારા દિવસો, અપારશક્તિ ખુરાનાને મળી આ મોટી ફિલ્મ

Kaushik Bavishi

ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનેલા જે.પી. નડ્ડાએ ગાંધીનગર શરૂ કર્યો બેઠકોનો દોર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!