ઇન્ડિન ટી-20 લીગમાં રવિવારે તમામ ગ્રુપ મેચ પૂર્ણ થઇ ગઇ. લીગની 56મી મેચમાં મુંબઇએ કલકત્તાની હરાવતા ટૂર્નામેન્ટમાંથી બહારનો રસ્તો દેખાડી દીધો છે. યજમાન મુંબઇએ એકતરફી અંદાજમાં દિનેશ કાર્તિકની કલકત્તાની હરાવી.
કલકત્તાની હાર સાથે જ ઇન્ડિયન ટી-20 લીગની 12મી સીઝનમાં પ્લેઑફ રમવા માટે 4 ટીમોનો ફેસલો પણ થઇ ગયો. લીગમાં જ્યાં ચેન્નઇ, દિલ્હી અને મુંબઇએ પહેલાં જ પ્લેઑફમાં સ્થાન મેળવી લીધું હતું ત્યાં કલકત્તાની હારના કારણે હૈદરાબાદને પણ પ્લેઑફમાં સ્થાન મળી ગયું છે.
આ રીતે IPLની 12મી સીઝનના ખિતાબ માટે મુંબઇ, ચેન્નઇ, દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. હવે 7મેના રોજ ચેન્નઇ અને મુંબઇની ટીમ પહેલી ક્વોલિફાયર મેચ રમશે. ત્યાં 8મેના રોજ દિલ્હી અને હૈદરાબાદની ટીમ એલિમિનેટર રાઉન્ડમાં આમને-સામને હશે.
ટીમ | મેચ | રન રેટ | પોઇન્ટસ |
મુંબઇ ઇન્ડિયન્સ | 14 | +0.421 | 18 |
ચેન્નઇ સુપર કિંગ્સ | 14 | +0.131 | 18 |
દિલ્હી કેપિટલ્સ | 14 | +0.044 | 18 |
સનરાઇઝ હૈદરાબાદ | 14 | +0.577 | 12 |
Read Also
- રસપ્રદ કિસ્સો/ સમોસાનું વજન 8 ગ્રામથી ઓછું થતાં દુકાનને કરાઈ સીલ, દુકાનદાર પર લગાવ્યો છેતરપિંડીનો આરોપ
- રિયાલીટી ચેક / અમદાવાદની મોટા ભાગની સ્કૂલ કૉલેજની બાજુમાં તંબાકુ સિગારેટનાં ગલ્લા, નિયમોના ધજાગરા
- સેવિંગ સ્કીમ/સુરક્ષિત રોકાણ સાથે સારા ભવિષ્યની ગેરંટી વાળી સ્કીમ, આજે જ ખોલાવો ખાતું
- અગાઉના દોષિતોની અપીલો પેન્ડીંગ છે, ત્યારે તમને સાંભળવા પ્રાથમિકતા આપી શકાય નહી : હાઇકોર્ટે રોકડું પરખાવ્યું
- કામની વાત/ પોસ્ટ ઓફિસના ખાતાધારકોને મળી રહી છે આ મોટી સુવિધા, જાણશો તો થઇ જશો ખુશ