GSTV
Home » News » IPL 2019: ટર્નર, હેટમાયર સહિત આ પાંચ વિદેશી પ્રદર્શન બતાવવા તૈયાર

IPL 2019: ટર્નર, હેટમાયર સહિત આ પાંચ વિદેશી પ્રદર્શન બતાવવા તૈયાર

સતત ટીકાઓ છતાં, ઈન્ડિયન પ્રીમિયર લીગે ઘણાં ખેલાડીઓએ ઉડવા માટે પાંખો આપી છે. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડી આઈપીએલના સ્કૂલથી છે. સ્પર્ધાના પ્રારંભિક દિવસોમાં મનપ્રીત ગોની અને મોહિત શર્મા પણ આઈપીએલમાં પોતાના પ્રદર્શનની તાકાતે વન-ડે ઈન્ટરનેશનલમાં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યાં હતાં.

તેથી જો ભારતના સંદર્ભમાં આઈપીએલની વાત કરવામાં આવે તો અહીં પોતાની સ્થાપના બાદ પોતાની ટેગ લાઈન “where talent meets opportunity”ને અમૂક હદ સુધી યોગ્ય સાબિત કરવામાં આવી છે.

વિદેશી ખેલાડીઓની ભરતીની વાત કરવામાં આવે તો આઈપીએલ તેમના માટે ખૂબ દરીયાદિલ રહ્યું છે, ખાસ કરીને ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો માટે. માર્શ ભાઈઓ, શૉન અને મિચેલને તો આઈપીએલમાં તેમના શાનદાર પ્રદર્શનના કારણે ઓસ્ટ્રેલિયન તરફથી રમવાની તક આપવામાં આવી હતી. ગ્લેન મેક્સવેલની બિગ હીટર સ્થાન પણ આઈપીએલના દમ પર છે.

શેમરૉન હેટમાયર

એક આઈપીએલ કોન્ટ્રાક્ટ માટે ભારતનો એક સારો પ્રવાસ કરવો ખૂબ જરૂરી છે અને આ વાત વિન્ડીઝ ઓપનર શેમરૉન હેટમાયર માટે બિલકુલ યોગ્ય સાબિત થઈ છે. ચાર વખત તાબડતોબ બોલિ બાદ હેટમાયરને આખરે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 4.20 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો. તેમની બેસ પ્રાઈસ 50 લાખ રૂપિયા હતી.

ગત ઓક્ટોબરમાં, હેટમાયર ભારતના પ્રવાસે આવેલી વિન્ડીઝ ટીમનો ભાગ હતા. પાંચ મેચોની વન-ડે આંતરરરાષ્ટ્રી સીરીઝમાં ગુયાનાના આ ક્રિકેટરે 51.80ની સરેરાશથી અને 140ની સ્ટ્રાઈક રેટથી 259 રન બનાવ્યા હતાં. શ્રેણી દરમ્યાન તેમણે પોતાની પાવર હિટિંગ સ્કિલ અને સ્પિન બૉલને રમવાની પોતાની ક્ષમતાનું સારું પ્રદર્શન કર્યુ હતું. ટૉપ ઑર્ડરમાં બેટિંગ કરતા બોલને બાઉન્ડ્રી સુધી પહોંચાડવાની તેમની ક્ષમતા વિન્ડીઝ ટીમના સાથી ક્રિસ ગેલ સાથે મેળ ખાય છે, જેનો આરસીબીની સાથે પ્રદર્શનમાં ઉતાર-ચઢાવભર્યો સમય રહ્યો છે. હેટમાયર આઈપીએલની આખી સીઝન સુધી ઉપસ્થિત રહેશે, જે રૉયલ ચેલેન્જર્સને તેની પ્રથમ આઈપીએલ ખિતાબ જીતાડવામાં એક બોનસનું કામ કરશે.

ઓશેન થૉમસ

ઓશેન થૉમસ દ્વારા લેવામાં આવેલી વિકેટોની ગણતરીને ધ્યાનમાં રાખીને કદાચ તેમની પ્રતિભાનો અંદાજ ના લગાવી શકાય, પરંતુ ગત વર્ષે જ્યારે વિન્ડીઝે ભારતનો પ્રવાસ કર્યો હતો ત્યારે તેમની આક્રમક બોલિંગે ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતું. તેથી રાજસ્થાન રૉયલ્સ દ્વારા ઓશેન થૉમસ માટે 1.5 કરોડની રકમ ચૂકવવાનું કોઈ આશ્ચર્યની વાત નથી.

આ દરમ્યાન થૉમસે ભારતના ત્રણ સર્વોચ્ચ ખેલાડી સામે પણ પોતાનું ધમાકેદાર પ્રદર્શન કર્યુ હતું, જેમાં ધવનને બે વખત આઉટ કર્યો હતો. રોહિત શર્મા અને કેપ્ટન વિરાટ કોહલી બંનેને 145 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલનો સામનો કરવામાં ઘણી મહેનત પડી હતી, જ્યારે તેમણે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય વન-ડે ઓવર ફેંકી હતી ત્યારે તેમની 6 બોલની ઝડપ આ રીતે હતી: 147, 147, 140, 149, 147,147.

એશ્ટન ટર્નર

મોહાલીમાં માત્ર 44 બોલમાં 84 રન બનાવનારા અને નોટ આઉટ રહેનારા ખેલાડી એશ્ટન ટર્નર હતાં, જેની મદદથી ઓસ્ટ્રેલિયાને 359 રનના લક્ષ્યનો પીછો કરવામાં મદદ મળી અને તેમણે વન-ડે શ્રેણીમાં શાનદાર વાપસી કરી હતી. ભારતમાં પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યા બાદ પશ્ચિમી ઓસ્ટ્રેલિયાનો આ ક્રિકેટર આઈપીએલમાં પોતાનું મેરેથોન ફોર્મ જાળવી રાખવા માંગશે.

ઓસ્ટ્રેલિયાનો એશ્ટન ટર્નર રાજસ્થાન રૉયલ્સ માટે 50 લાખ રૂપિયામાં ફાયદાની સમજૂતી કરી રહ્યો છે. અલબત્ત, તેમણે ફક્ત ત્રણ વન-ડે મેચ રમી છે, પરંતુ શેન વૉર્ન મુજબ તેમની પાસે એક અનુભવી મગજ છે.

સૈમ કુરેન

જો ગત 11મી સિઝન પર એક ડોકિયુ કરવામાં આવે તો એક આઈપીએલ ટીમ માટે એક સારો ઑલરાઉન્ડર સૌથી મહત્વપૂર્ણ ખેલાડી રહ્યો છે અને વિદેશી ક્રિકેટર સૈમ કુરેન તેના માટે સંપૂર્ણ રીતે પરફેક્ટ છે.

કુરેન ભારતના કપિલ દેવ બાદ સૌથી નાની ઉંમરમના ખેલાડી છે, જેણે એક ટેસ્ટ શ્રેણીમાં 250થી વધુ રન બનાવ્યાં છે અને 10થી વધુ વિકેટ લીધી છે. લિમિટેડ ઓવર ફોર્મેટમાં એક ઓછો અનુભવી ખેલાડી હોવા છતાં તેમની પાસેથી આશા સેવાઈ રહી છે કે તેઓ સારું પ્રદર્શન કરશે અને તેથી ત્રણ ટીમો- દિલ્હી કેપિટલ્સ, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઈલેવન પંજાબે તેમના માટે સારી બોલી લગાવી હતી અને અંતમાં પંજાબે તેમને 7.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

મિચેલ સેન્ટનર

મિચેલ સેન્ટરને ગત સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સે ખરીદ્યો હતો. પરંતુ તેઓ ચાલુ વર્ષે આઈપીએલમાં પોતાનુ ડેબ્યુ કરશે. ગત વખતે ન્યૂઝીલેન્ડનો આ ખેલાડીને ઈજા થઈ હતી જેના કારણે આખી સિઝન રમી શક્યા નહોતાં, પરંતુ ચાલુ વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સે સેન્ટરને 50 લાખ રૂપિયામાં રીટેન કરવાનો નિર્ણય લીધો છે.

બોલિંગ ઑલરાઉન્ડર સેન્ટરે આંતરરાષ્ટ્રીય ટી-20 શ્રેણીમાં ભારતની સામે સારી બોલિંગ કરી હતી. તેમણે હજી સુધી બેટિંગથી પોતાનુ પર્ફોમન્સ બતાવ્યું નથી, પરંતુ આ જોવુ રસપ્રદ રહેશે કે શું તેઓ આ સિઝનમાં પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો બને છે કે નહીં. પોતાના લેફ્ટ-આર્મ ઑફ-સ્પિનની સાથે તેઓ ભારતીય પિચો પર મહત્વના પુરવાર થઈ શકે છે.

READ ALSO

Related posts

રોહિત શર્માની પત્નીએ યુજવેન્દ્ર ચહેલને તસ્વીરમાંથી કરી નાખ્યો ક્રોપ, આપ્યો આવો જવાબ

Arohi

વડોદરામાં દારૂની મહેફિલ માણતા 35 નબીરાઓની 25 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી

Mayur

નવરાત્રીમાં વૈષ્ણોદેવી મંદિરની ગુફામાં સોનાનાં દરવાજા લગાવાશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!