GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

9 વર્ષમાં પહેલીવાર મેદાન પર ન ઉતર્યો ધોની, IPLના ઇતિહાસમાં ચોથીવાર બની આવી ઘટના

dhoni csk game

પીઠના દુખાવાના કારણે ચેન્નઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને બુધવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આઇપીએલ મેચમાં આરામ આપવામાં આવ્યો. 2010 બાદ પહેલીવાર એવું બન્યું જ્યારે સુપર કિંગ્સ ધોનીની કેપ્ટન્સીના બદલે કોઇ બીજાની કેપ્ટન્સીમાં આઇપીએલની મેચ રમી રહી છે.

ધોની પોતાની ફિટનેસને લઇને ઘણા સજાગ રહે છે અને આ જ કારણ છે કે ગત 9 વર્ષોમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે એમએસ ધોની સીએસકેની કેપ્ટન્સી નથી કરી રહ્યાં. તેની ગેરહાજરીમાં સુરેશ રૈના આ મેચમાં કાર્યવાહક કેપ્ટન્સી કરી રહ્યો છે. રૈનાએ ટૉસ જીત્યા બાદ કહ્યું, ધોની આરામ કરવા માંગતા હતા, તે આગામી મેચથી વાપસી કરશે.

આ અનુભવી ખેલાડીને આરામ આપવાનો નિર્ણય સાવચેતીના પગલારૂપે લેવામાં આવ્યો છે. 2 વાર વર્લ્ડકપ વિજેતા કેપ્ટનને કલકત્તા નાઇટરાઇડર્સ સામે ઇજા થઇ હતી અને આ મેચ બાદ ધોનીએ કહ્યું હતું કે, તેને આશા છે કે તેમની ઇજા જલ્દી ઉભરી આવશે.

મેચ પહેલાં ધોનીએ ફુટબોલ રમીને વોર્મઅપ કરતાં નજરે પડ્યા હતાં ત્યારે એવું માનવામાં આવી રહ્યું હતું કે તે હૈદરાબાદ સામે આઇપીએલ મેચમાં નજરે આવશે પરંતુ તે બાદ રૈના ટૉસ માટે આવી ગયો. ચોથી વાર એવું બન્યું છે જ્યારે ધોની ચેન્નઇ સુપરકિંગ્સ માટે આઇપીએલમાં રમી નથી શક્યા.

અગાઉ ધોનીએ 19 માર્ચ 2010ના રોજ દિલ્હી સામે, 21 માર્ચ 2010ના રોજ પંજાબ સામે અને 23 માર્ચ 2010ના રોજ બેંગલોર સામે રમાયેલી આઇપીએલ મેચમાં ટીમમાં સામેલ થયાં ન હતા. 23 માર્ચ 2010 બાદથી રમાયેલી 105 મેચમાં ધોનીએ સીએસકે માટે રમતા કેપ્ટન્સી કરી છે.

Read Also

Related posts

માનવ સંસાધન મંત્રીની જાહેરાત, આ તારીખ બાદ ખુલી જશે શાળા અને કોલેજો

Pravin Makwana

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનાં કપાટ ભક્તો ખુલશે, ગાઈડલાઈન અનુસાર નિયમોમાં કરવામાં આવ્યો છે ફેરફાર

pratik shah

ખોખરા વિસ્તારમાં અનેક જગ્યાએ પડ્યા ભુવા, તંત્રનાં દાવા પોકળ સાબિત થયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!